લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, એપ્રીલ 2026 |
2475
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે ત્યારે અમદાવાદમાં મુસ્લિમોનો વિરોધ કરતાં ભાજપના મોવડી મંડળ દ્વારા આ ચૂંટણીઓમાં વલણ બદલ્યું છે. એટલું જ નહીં, ભાજપ દ્વારા લાંબા સમય બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મુસ્લિમોને છૂટા હાથે ટિકિટોનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં ૫૦ જેટલા મુસ્લિમોને ટિકિટની ફાળવણી કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા અંતિમ સમયે વિવિધ જિલ્લાઓની જિલ્લા, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓની બેઠકો પરના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે આ વખતે ભાજપ દ્વારા લાંબા સમય બાદ મુસ્લિમ સમાજને ટિકિટો ફાળવણીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા વિવિધ જિલ્લાઓની જિલ્લા અને તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાઓ માટેના ઉમેદવારો જાહેર કરાયા છે. તેમાં ૯૦થી વધુ મુસ્લિમોને ટિકિટ આપવામાં આવી છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં ૪૮ જેટલા મુસ્લિમોને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લા પંચાયતમાં ભિરડીયારા બેઠક પર અબ્દુલ્લા બુઢા જત, દયાપાર બેઠક પર આઇશબાઇ મોડ સુમારા અને દિનારા બેઠક પરથી જનતબાઈ રસુલ સમાને ટિકિટ આપી છે.
તો ભચાઉ તાલુકા પંચાયતમાં લાકડિયા-૧ માં સાદીક સુલેમાન રાઉમા, ભુજ તા. પં.માં ધ્રોલાણા બેઠક પર મેમૂનતબાઈ ઈસાક સામા, દિનારા બેઠક પર સલમા વાયદના સમા, જુણા બેઠક પર સોયાબ સુલેમાન સમાં ખારી બેઠક પર લતીફ ભિલાલ ઠેબા, રતાડિયા બેઠક પર પરવેઝ ઇશાક સમા અને સરાડા બેઠક પર હાજિયાણી અબ્દુલ જતને ટિકિટ આપી છે. નખત્રાણા તાલુકા પંચાયતમાં મથલ બેઠક પર ઇલિયસ આદમ પિંઝારા, અબડાસા તાલુકા પંચાયતમાં બેર મોટી બેઠક પર હારુનઅલી મામદ હાલેપોત્રા, ખીરસરા (કો) બેઠક પરથી સાફિના અબ્દુલ્લા સુમારા, નલિયા-૨ બેઠક પરથી સેઝાન ઇરફાન મોકરશીને સુથરી બેઠક પરથી તૌસિફ મામદ સંગારને ટિકિટ અપાઈ છે. મુંદ્રા તાલુકા પંચાયતમાં ભદ્રેશ્વર બેઠક અપ્રથિ અફ્સાના ઓસમાણ કુંગાડાને, નાના કપાયા બેઠક પરથી સદદમ હુસેન સતાર તુર્કને, લખપત તાલુકા પંચાયતમાં બરન્દા બેઠક પરથી હુસેન સુલેમાન પઢિયારને, દોલતપર બેઠક પરથી હવાબાઈ આરબ જતને, ધડૂલી બેઠક પરથી ફાતેમાબાઈ અબ્દુલ્લા જતને, માતાના મઢ બેઠક પરથી ઓસમાણ ઉમરભાઈ રાયમાને, મીંઢિયાળી બેઠક પરથી અબ્દુલ કરીમ કાસમને, નારાયણ સરોવર બેઠક પરથી મેરિયાબાઈ ઉમરભાઈ જતને ટિકિટ આપી છે. તો માંડવી નગરપાલિકામાં વિવિધ વોર્ડમાં ૬ મુસ્લિમોને ટિકિટ આપી છે, જ્યારે ભુજ નગરપાલિકામાં વિવિધ વોર્ડમાં ૭ મુસ્લિમને ટિકિટ આપી છે. જ્યારે અંજાર નગરપાલિકામાં બે, મુંદ્રા-બારોઈ ન્બગરપાલિકામાં ચાર મુસ્લિમને અને નખત્રાણા નગરપાલિકામાં બે મુસ્લિમને ટિકિટ આપી છે. આમ કચ્છ જિલ્લામાં ૪૮ જેટલા મુસ્લિમોને ટિકિટ આપી છે. આવી જ રીતે ગોંડલ નગરપાલિકામાં ૩, ધોળકા નગરપાલિકામાં ૮, વિરમગામ નગરપાલિકામાં ૩, કલોલ નગરપાલિકામાં ૨, સિદ્ધપુર નપામાં ૪, દાહોદ નગરપાલિકામાં ૮ આમ અત્યાર સુધીમાં જાહેર થયેલી યાદી મુજબ ભાજપ દ્વારા કુલ ૯૨થી વધુ મુસ્લિમોને ટિકિટ ફાળવવામાં આવી છે.