દિલ્હી-

ભરતપુરનાં ભાજપ સાંદ રંજીતા કોલી પર મધરાત્રે અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ભાજપ સાંસદ એક આરોગ્ય કેન્દ્રનું નીરીક્ષણ કરી ઘરે પરત ફરી રહી હતી. તે સમયે ઘરસોતી ગામની સીમ પાસે અમુક બદમાશોએ તેમની ગાડી પર હુમલો કરતા સારવાર માટે હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ સાંસદ સર્કીટ હાઉસ ખાતે પહોંચી હતી. ભાજપ સાંસદે થોડા દીવસ પહેલા કોરોનાના કેસના આંકડા છુપાવવાના કેસમાં રાજય સરકારને આરોપીના પીંજરામાં પૂર્યા હતા.

આ ઘટના અંગે સાંસદની ટીમે જણાવ્યું કે હુમલો એટલો ભયાનક હતો કે સાંસદ બેભાન થઈ ગયા હતા. પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસને ઘટના સ્થળે પહોંચતા 45 મીનીટનો સમય લાગ્યો હતો. સાંસદની ટીમે આરોપ લગાવતા કહ્યું કે ભરતપુર ડીએમને વારંવાર ફોન કર્યા પછી પણ ફોન તેમના તરફથી ઉપડયો ન હતો. ભાજપ સાંસદે ત્રણ દીવસ પહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતને પોતાના સંસદીય વિસ્તાર ભરતપુરમાં કોરોનાની આરટીપીસીઆર ટેસ્ટ ઓછો થવાના મુદે પત્ર લખ્યો હતો. સાંસદનું કહેવું છે કે ટેસ્ટ નહી થવાથી વિસ્તારોમાં કોરોનાના કેસના આંકડા સાચા બહાર આવતા નથી. સાંસદે પોતાના સંસદીય વિસ્તારોમાં રોજના 5000 આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી અને જણાવ્યું કે ભરતપુર જીલ્લામાં પોઝીટીવ કેસોની સંખ્યા છુપાવવામાં ન આવે.