બેંગુલુરુ-

આવતી કાલે પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામો તરફ સૌની નજર છે ત્યારે આજે કર્ણાટકમાં નગરનિગમની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. તેમાં ભાજપને જોરદાર તમાચો પડયો છે. 10માંથી 7 બેઠકો પર કોંગ્રેસનો પંજો ફરી વળ્યો છે.પાંચ રાજયોની થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવે તે પહેલા કર્ણાટકમાં ભાજપને ઝટકો લાગ્યો છે. રાજયમાં સતાધારી ભાજપને નગરનિગમની ચૂંટણીઓમાં કારમી હાર મળી છે. જે 10 સ્થાનિક નગર નિગમની ચૂંટણી યોજાઈ હતી તેમાં 7માં કોંગ્રેસનો વિજય થયો છે. ભાજપને માત્ર એક જ જગ્યાએ વિજય થયો છે. પરિણામ બાદ કર્ણાટક કોંગ્રેસ કમીટીના અધ્યક્ષ ડી.કે.શિવકુમારે જનતાનો આભાર માન્યો છે.આ તકે કોંગ્રેસ નેતા શિવકુમારે અપીલ કરી હતી કે આ સમય જીતનો ઉત્સવ મનાવવાનો નથી પણ અમે આ મુશ્કેલ સમયમાં જનતાની સેવા માટે કાર્યકર્તાઓને અપીલ છે કે જીતનો જશ્ન ન મનાવે.