દિલ્હી-

ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની જ પાર્ટીના IT‌ સેલ પર આકરા પ્રહાર કર્યા છે. સોમવારે સુબ્રમણ્યમ સ્વામીએ ટિ્‌વટ કરી કહ્યું હતું કે ભાજપનું આઇટી સેલ ફેક એકાઉન્ટ બનાવીને મારા પર પ્રહાર કરી રહ્યા છે, આ બાબતને લઈને મારા સમર્થકો આવું કરવાનું શરુ કરી દેશે તો તેને લઈને હું જવાબદાર નહીં રહું.

સુબ્રમણ્યમ સ્વામીએ ટિ્‌વટ કર્યું હતું કે ભાજપની આઇટી સેલ બેકાર થઇ ચૂક્યું છે. કેટકાલ સભ્યો ફેક એકાઉન્ટ બનાવીને મારા પર હુમલા કરી રહ્યાં છે, જાે મારા સમર્થકો આ બાબતે આવું કરવા ઉતરશે તો તેના માટે હું જવાબદાર નહીં રહું. જેમ મારા પર હુમલા કરવાને લઈને ભાજપને જવાબદાર નથી ગણી સકતા.

રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે ભાજપ આઇટી સેલના પ્રમુખ અમિત માલવીય પર નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું હતું કે હું આને ઇગ્નોર કરી રહ્યો છે, પરંતુ ભાજપે તરત જ જવાબદારો સામે કાર્યવાહી કરતા તેમને બરતરફ કરવા જાેઈએ. સુબ્રમણ્યમ સ્વામીએ લખ્યું છે કે, એક માલવીય કેરેક્ટર જ આ તમામ ગંદકીઓને ચલાવી રહ્યા છે. આપણે મર્યાદા પુરુષોત્તમ રામની પાર્ટી છે, રાવણ કે દુશાસનની નહિ