મતદારોને રિઝવવા ભાજપનો જનસેવા સંકલ્પ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, એપ્રીલ 2026  |   1980

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપ દ્વારા આજે રાજ્યની ૧૫ મનપાના ઉમેદવારોને પક્ષના આગેવાનો દ્વારા જનસેવાના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજકોટ ખાતે મનપાના ઉમેદવારોને જનસેવાના સંકલ્પ લેવડાવ્યા હતા. રાજકોટ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, કર્ણાવતી મહાનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વડોદરા ખાતે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા અન્ય ૧૨ મનપામાં પ્રદેશ ભાજપ દ્વારા નિયત કરાયેલ આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લીધો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે આજે ગુજરાત ભાજપા દ્વારા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ તમામ મહાપાલિકામાં ‘જનસેવા સંકલ્પ‘ કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ મહાનગર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, કર્ણાવતી મહાનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વડોદરા ખાતે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા અન્ય ૧૨ મનપામાં પ્રદેશ ભાજપ દ્વારા નિયત કરાયેલ આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપા ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લીધો હતો. ‘જનસેવા સંકલ્પ‘ કાર્યક્રમ અંતર્ગત સુરતમાં કારગીલ ચોક ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે સાંસદ પરષોત્તમ રૂપાલા, ભાવનગરમાં સર ટી હોસ્પિટલ સામે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુ, વાપીમાં સરદાર ચોક ખાતે પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ ગણપત વસાવા અને નવસારીમાં મદ્રેશા હાઇસ્કુલ પાસે કેબિનેટ મંત્રી કનુ દેસાઈએ ભાજપના મહાપાલિકાની ચૂંટણીના ઉમેદવારોને બંધારણીય મૂલ્યો તથા ભાજપાની વિચારધારાને આત્મસાત કરી જનસેવા માટે પ્રતિબદ્ધ રહેવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. આ ઉપરાંત મહેસાણાના તોરણવાળી માતાના ચોકે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ, ગાંધીધામમાં પ્રદેશ મહામંત્રી અનિરૂદ્ધ દવે, આણંદમાં બેઠક મંદિર ખાતે ગોરધન ઝડફિયા, નડિયાદમાં સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ ખાતે પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, પોરબંદરના સુદામા ચોક ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ રમેશ ધડુક, મોરબીમાં રવાપર ચોકડી ખાતે પૂર્વ મંત્રી આઇ.કે. જાડેજા અને સુરેન્દ્રનગરના વઢવાણ હવા મહેલ ખાતે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓએ આગામી ચૂંટણીમાં ભાજપાના પ્રચંડ વિજયનો આત્મવિશ્વાસ વ્યકત કર્યો હતો. ઉપરોક્ત કાર્યક્રમોમાં પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ પદાધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો, સંગઠનના પદાધિકારીઓ, ભાજપાના સિનિયર આગેવાનો અને અગ્રણીઓ નિયત સ્થાનોએ ઉપસ્થિત રહ્યા હતા. દરેક સ્થાનોએ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ અને જાેશ જાેવા મળ્યો હતો. સૌ એ ભાજપના જ્વલંત વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ભાજપે વહુને અને કોંગ્રેસે સાસુને ટિકિટ આપી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એક જ ઘરના બે વ્યક્તિને અલગ અલગ પક્ષોએ ટિકિટ ફાળવી છે. જેના કારણે આ બેઠક પર સાસુ વહુ સામે સામે ચૂંટણી લડી રહ્યા છે જેના કારણે આ બેઠક પરનો મુકાબલો વધુ રસપ્રદ બન્યો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાેરશોરથી તૈયારી ચાલી રહી છે અને દરેક પક્ષ વચ્ચે સત્તા મેળવવા માટેનો જંગ ચાલી રહ્યો છે. આ સંજાેગોમાં ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયતની સુબીર બેઠકની ચૂંટણી એક રસપ્રદ મોડ પર આવીને ઊભી રહી છે. ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આ વખતે ખૂબ જ રસપ્રદ બની ગઈ છે. તેમાય ખાસ કરીને સુબીર જિલ્લા પંચાયતની બેઠક પર સાસુ અને વહુ વચ્ચે સીધો ચૂંટણી જંગ જામતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. આ અનોખી ચૂંટણી લડતમાં ભાજપે વહુ પ્રિયંકા કુંવરને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી છે. જ્યારે સામે કોંગ્રેસે સાસુ જયનુબેન બાગુલને ટિકિટ આપીને મુકાબલો વધુ જ ટકરાવદાર બનાવી દીધો છે. પરિવારની અંદરની આ રાજકીય સ્પર્ધા હવે સમગ્ર જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution