લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, એપ્રીલ 2026 |
1782
ભાજપ દ્વારા અમદાવાદ મનપા ચૂંટણીને લઈ સંકલન સમિતિની રિવ્યૂ બેઠક યોજાઈ છે. રાજકીય પરિસ્થિતિને લઈ કાર્યાલયમાં હલચલ જાેવા મળી રહી છે. કેટલાક વોર્ડમાં ભાજપને બેઠક જીતવા પડકારોનો સામનો કરવો પડી શકે તેમ છે. અત્યાર સુધીની કામગીરીનો રિવ્યૂ લઈ ભાજપે આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે. અમદાવાદ શહેરમાં બે દિવસની સેન્સ પ્રક્રિયા બાદ મહાનગરપાલિકા માટે શહેર ભાજપ દ્વારા સંકલન સમિતિની રિવ્યૂ બેઠક યોજાઈ છે. બેઠકમાં દાવેદારોની સેન્સ પ્રક્રિયા બાદ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. પાર્ટીએ ઉમેદવારની પસંદગી સાથે સ્થાનિક અસંતોષ, આંતરિક જૂથવાદને ધ્યાને લેવું પડશે. માહિતી મુજબ સમીક્ષા બેઠકમાં પક્ષ તેમજ વોર્ડનાં આગેવાનો હાજર રહ્યાં હતા. વોર્ડવાઈઝ બેઠકોની સમીક્ષા પણ કરવામાં આવી હતી. ૧૯૨ બેઠક માટે ૨૩૬૪ જેટલા દાવેદારોનાં બાયોડેટા મળતા ઉમેદવારો નક્કી કરવાનો ધમધમાટ જાેવા મળ્યો છે. એક વોર્ડમાં ૧૨ જેટલા નામની પેનલ તૈયાર કરવામાં આવશે એટલે કે ૧ વોર્ડમાં ૩ ઉમેદવારોનાં નામ નક્કી કરાશે. જેમાં શહેર પ્રમુખ, મહામંત્રીઓ પ્રદેશના હોદ્દેદારો અને ધારાસભ્યો સહિતના નેતાઓ દ્વારા ઉમેદવારોના બાયોડેટાની ચકાસણી કરવામાં આવી રહી છે. ભાજપે આજથી ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે. પાર્ટીનાં કાર્યકરો ઘરે ઘરે જઈ પત્રિકા વિતરણ કરવાનું શરૂ કરી દીધું છે. પાર્ટીએ માઈક્રો-મેનેજમેન્ટ પર ભાર મૂકી ચૂંટણી જીતવાની રણનીતિ બનાવી દીધી છે. વિકાસ કાર્યોને દરેક લોકો સુધી પહોંચાડવા વિશેષ અભિયાનો ચલાવવામાં આવશે. જેમકે, જનસંપર્ક તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. ગુજરાત ભાજપ પ્રદેશ સંસદીય બોર્ડની બેઠક ૬ એપ્રિલથી ૮ એપ્રિલ સુધીમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને મળશે. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોના નામ ઉપર અંતિમ મહોર મારવામાં આવશે. આગામી ૧૦ એપ્રિલ સુધીમાં ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. કોર્પોરેટર, પ્રમુખ, કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈ સરકારની કામગીરીનો હિસાબ આપશે. માહિતી મુજબ ભાજપની ચૂંટણી સમિતિ બેઠક આગામી ૭, ૮, ૯ એપ્રિલનાં રોજ થશે ત્યારે તબક્કાવાર ઉમેદવાર જાહેર કરશે.