બ્લેકરોકે અદાણી જૂથમાં $750 મિલિયનના ખાનગી બોન્ડ ઇશ્યૂમાં સીધું રોકાણ કર્યું 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, એપ્રીલ 2025  |   7920

વડોદરા : વિશ્વના સૌથી ધનિક ઇન્વેસ્ટિંગ જાયન્ટ્સમાન યુએસના બ્લેકરોકે અદાણી જૂથમાં રોકાણ કર્યુ છે. તાજેતરના ડોલર ઇશ્યુમાં બ્લેકરોક અદાણી જૂથમાં સૌથી મોટા રોકાણકાર તરીકે ઉભરી આવ્યું છે. $12 ટ્રિલિયન એસેટ્સનું સંચાલન કરતા યુએસ સ્થિત રોકાણકારે અદાણીમાં 3-5 વર્ષ માટે $750 મિલિયનના ખાનગી બોન્ડ ઇશ્યુનો એક તૃતીયાંશ હિસ્સો લીધો છે. અદાણી ગ્રુપનો આ બીજો ખાનગી ડોલર બોન્ડ ઇશ્યૂ છે. ફેબ્રુઆરીમાં ગ્રુપે તેના ઓસ્ટ્રેલિયન પોર્ટ ઓપરેશન્સ માટે આશરે $200 મિલિયન એકત્ર કર્યા હતા.

ડીઓજેના આરોપ પછીનો તાજેતરનો વધારો - લગભગ ચાર ગણો મોટો અને સૌથી મોટો છે. વિખ્યાત ઇન્વેસ્ટિંગ જાયન્ટ બ્લેકરોક અદાણી ગ્રુપ દ્વારા ખાનગી બોન્ડ ઇશ્યુમાં સૌથી મોટા રોકાણકાર તરીકે ઉભરી આવ્યું છે. આ રોકાણ એવા સમયે કરવામાં આવ્યું છે, જ્યારે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના આરોપ બાદ અદાણી ગ્રુપના અધિકારીઓ તપાસ હેઠળ છે. બ્લેકરોકનું રોકાણ એ વાતનો સ્પષ્ટ સંકેત આપે છે કે કાનૂની કાર્યવાહીમાં ઉદ્ભવતા પ્રશ્નોથી અદાણી સમૂહની ઓપરેશનલ ક્ષમતામાં કોઈ વિક્ષેપો નહીં આવે. બ્લેકરોકનું આ પગલું ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં તેનું પ્રથમ ખાનગી પ્લેસમેન્ટ છે. બ્લેકરોકના ચેરમેન લેરી ફિંકે અગાઉ જણાવ્યું હતું કે "ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ લાંબા ગાળાના રોકાણની સૌથી રોમાંચક તકોમાંની એક છે. કારણ કે તેનાથી સંખ્યાબંધ માળખાકીય પરિવર્તનો વૈશ્વિક અર્થતંત્રને પણ નવો આકાર આપે છે." ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાર્ટનર્સ (જીઆઈપી)ના $12.5 બિલિયનના સંપાદન બાદ કંપની બંદરો વીજળી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.

2025માં રોકાણકારોને સંબંધતા તેમણે એમ પણ કહ્યું હતું કે, "આપણે એક એવી વિશાળ તકને આરે ઉભા છીએ, જેને સમજવું લગભગ મુશ્કેલ છે. 2040 સુધીમાં નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણની વૈશ્વિક માગ $68 ટ્રિલિયન રહેશે". બ્લેકરોક ઉપરાંત અન્ય પાંચ સંસ્થાકીય રોકાણકારોએ પણ અદાણી ગ્રુપના નવીનતમ મૂડી એકત્રીકરણમાં ભાગ લીધો હતો, જેમાં મુખ્યત્વે અમેરિકન અને યુરોપિયન રોકાણકારોનો સમાવેશ થાય છે. અદાણી જૂથ વિશ્વના સૌથી મોટા રોકાણકારોના પ્રવેશને તેમનામાં વિશ્વાસના મજબૂત મત તરીકે જુએ છે, ખાસ કરીને એવા સમયે જ્યારે ચાલુ ડીઓજે તપાસને કારણે ભંડોળ ઊભું કરવાની તેની ક્ષમતાઓ પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.

ગત વર્ષે અદાણી ગ્રુપે તેના પ્રમોટર્સ પાસેથી 5,888.57 કરોડ રૂપિયામાં આઈટીડી સિમેન્ટેશનમાં 46.64% હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી. જેનો હેતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં તેની એન્જિનિયરિંગ ક્ષમતાઓને મજબૂત બનાવવાનો હતો. રિન્યુ એક્ઝિમે ત્યારથી પ્રતિ શેર રૂ. 400 ના ભાવે ઓપન ઓફર દ્વારા વધારાનો 20.81% હિસ્સો હસ્તગત કર્યો છે. જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ અને તુતીકોરીન, મુન્દ્રા અને વિઝિંજામ જેવા મુખ્ય બંદરોના વિકાસ પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે જાણીતા આઇટીડી સિમેન્ટેશનને અદાણીના લાંબા ગાળાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહત્વાકાંક્ષાઓ માટે એક વ્યૂહાત્મક સંપત્તિ તરીકે જોવામાં આવે છે.


© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution