હાલોલ, તા.૧૩
પરિવારજનોએ દારૂ પીવાની ના પાડતા દારૂ પીવું નહીં તો જીવી નહીં શકું તેમ કહી ઘરેથી નીકળી જઈ ખાખરીયા નજીક નર્મદા કેનાલમાં ઝંપલાવનાર હાલોલના ૪૬ વર્ષીય પુરુષનો મૃતદેહ આજે ત્રીજા દિવસે કાલોલ તાલુકાના કણેટીયા નજીક કેનાલમાંથી મળી આવ્યો હતો.
હાલોલના ગોધરા રોડ પર ઝાલા પેટ્રોલ પંપની પાછળ આવેલી શિવાલય સોસાયટીમાં રહેતા મૂળ રહેવાસી સારવે તા. શિદખેડા જી.ધૂલીયા મહારાષ્ટ્રના ૪૬ વર્ષીય તરુણ કાશીરામ પાટીલને દારૂ પીવાની ટેવ હોઈ પરિવારજનો તેઓને અવારનવાર દારૂ પીવાની ના પાડતા હતા જેમાં તરુણ પાટીલ કહેતા હતા કે હવે હું દારૂ નહીં પીવું તો જીવી શકું તેમ નહીં તેમ કહી ગત તારીખ ૧૧/૦૬/૨૦૨૪ મંગળવારે પોતાના ઘરેથી ક્યાંક નીકળી ગયા હતા જેમાં તરુણ પાટીલે મંગળવારે બપોરે ૨ઃ૩૦ થી ૩ઃ૦૦ વાગ્યાના સુમારે હાલોલ-સાવલી રોડ પર ખાખરીયા નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ખાતે પહોંચી પોતાની જીવન લીલા સંકેલી લેવાના ઈરાદા સાથે નર્મદાની મુખ્ય કેનાલના વહેતા પાણીમાં ઝંપલાવ્યું હતું જેમાં તરુણ પાટીલ કેનાલમાં પડતું મુકતા આસપાસથી પસાર થતા લોકોએ તરુણ પાટીલને નર્મદાની કેનાલમાં ઝંપલાવતા જાેઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને નર્મદા કેનાલના ઊંડા વહેતા પાણીમાં તરુણ પાટીલને ગરકાવ થતા જાેઈ બૂમાબૂમ કરી મૂકી હતી અને બનાવ અંગેની જાણ તાત્કાલિક હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને કરી હતી જેમાં બનાવની જાણ થતા ઘટના સ્થળે દોડી આવેલી હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમના કર્મચારીઓએ તાબડતોડ બોટ મારફતે નર્મદા કેનાલમાં ઉતર્યા હતા અને નર્મદા કેનાલના વહેતા ઊંડા પાણીમાં આત્મહત્યા કરવા કુદેલા તરુણ પાટીલની શોધખોળ હાથ ધરી હતી જેમાં કેનાલના પાણીમાં ચારે તરફ તરુણ પાટીલની શોધખોળ કર્યા બાદ પણ મંગળવારે મોડી સાંજે અંધારું થતા સુધી પણ તેઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો જેમાં હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમના કર્મચારીઓએ અંધારું થતા તેઓને શોધવામાં તકલીફ પડતા મોડી સાંજે તેઓને શોધવાની કામગીરી મુલતવી રાખી હતી અને ગઇકાલે બુધવારે વહેલી સવારે ૮ઃ૦૦ વાગ્યાથી ફરી એકવાર નર્મદા કેનાલના વહેતા પાણીમાં તરુણ પાટીલના મૃતદેહને શોધવાની કવાયત હાથ ધરી હતી જેમાં બુધવારે આખો દિવસ હાલોલ ફાયર ફાઇટરની ટીમના કર્મચારીઓએ નર્મદા કેનાલના પાણીને ફેંદી વળી છેક કાલોલ તાલુકાના શક્તિપુરા સુધી આવેલા નર્મદા કેનાલના ગેટ સુધી કેટલા કિલોમીટર સુધી તરુણ પાટીલના મૃતદેહને પાણીમાંથી શોધવા માટેની કવાયત હાથ ધરી હતી પરંતુ બુધવારે પણ મોડી સાંજે અંધારું થતા સુધી પાણીમાં આપઘાત કરવા કુદેલા તરુણ પાટીલનો કોઈ પત્તો ન લાગતાં આખરે બીજા દિવસે બુધવારે પણ તરુણ પાટીલના મૃતદેહને શોધવા માટેની કામગીરી મુલતવી રાખવામાં આવી હતી અને આજે ગુરુવારે ફરી સવારે ૮ઃ૦૦ વાગ્યાથી નર્મદાની મુખ્ય કેનાલમાં તરુણ પાટીલના મૃતદેહને શોધવાની માટેની કવાયત હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમના કર્મચારીઓ જયેશ કોટવાળ વાય.કે.પટેલ અને પંકજ રાઠવા સહિતના કર્મચારીઓએ હાથ ધરી હતી જેમાં એકાદ કલાકની શોધખોળ બાદ આજે ગુરુવારે સવારે ૯ઃ૦૦ વાગ્યાના સુમારે કાલોલ તાલુકાના સણસોલી આઉટ પોલીસ મથકની હદમાં આવેલ કણેટીયા ખાતેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં તરુણ પાટીલનો મૃતદેહ પાણીમાં ફૂલીને પાણીની સપાટી પર તરતો જાેવા મળતા તાત્કાલિક હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમના કર્મચારી દ્વારા તેઓના મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો અને બનાવ અંગે કાલોલ પોલીસ સ્ટેશન જાણ કરતા કાલોલ પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તરુણ પાટીલના મૃતદેહને કાલોલના સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી બનાવ અંગે પોલીસ મથકે એડી અકસ્માત મોત અંગેની નોંધ કરી આગળની કાયદાકીય કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Loading ...