04, માર્ચ 2021
2574 |
મુંબઇઃ
બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, અને પોતાના ફેન્સ માટે દરરોજ નવા નવા ફોટા શેર કરતી રહે છે. તાજેતરમાંજ તેને સોશ્યલ માડિયા પર ઓરેન્જ કલરની બિકીની લૂક વાળી પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે.
આમ તો સારા અલી ખાન આજકાલ વેકેશન માટે માલદીવમાં છે, અહીંના સુંદર બીચથી સારાએ પોતાની ઓરેન્જ બિકીની હૉટ તસવીરો શેર કરી છે, આ તસવીરો હાલ વાયરલ થઇ રહી છે.
સારાએ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે- વિટામીન સીનો ડેલી ડૉઝ... આ તસવીરોમાં સારા સમુદ્ર કિનારે તડકાનો આનંદ લઇ રહ્યો છે. સારાની તસવીરોને અત્યાર સુધી 14 લાખથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે.
સારા અલી ખાને વર્ષ 2018માં કેદારનાથ ફિલ્મથી પોતાનુ બૉલીવુડ ડેબ્યૂ કર્યુ હતુ. આ ફિલ્મમાં સારાની અપૉઝિટ દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત હતો, આ પછી સારાએ બીજી ફિલ્મ કરી હતી સિમ્બા