09, ડિસેમ્બર 2023
નડિયાદ-૦૮
ખેડા જિલ્લાના બિલોદરાના સિરપ કાંડમાં નવ લોકોના અપમૃત્યુના બનાવમાં ખેડા પોલીસે સિરપકાંડના માસ્ટમાઈન્ટ નિતીન કોટવાણી સહિતના આરોપીઅની વડોદરા અને મુંબઈથી ધરપકડ કરી હતી. અ પૈકીના મુંબઈથી ઝડપાયેલા તૌફીકના રિમાન્ડ એવી વિગતો સપાટી પર આવી છે કે સિરપ કાંડમાં નડિયાદનો યોગેશ સિંધી તો એક જ મહોરું છે જયારે તોફીકે ગોવાથી મિથેલોનનો જથ્થો લાવી તેનું યોગેશ ઉપરાંત રાજયમાં અન્ય વેપારીઓને આશરે ૧૫ હજાર લીટર જેટલો જીવલેણ મિથાઈલનો જથ્થો વેચાણ કર્યો છે.
આ વિગતોના પગલે ખેડા પોલીસની એક ટીમે તપાસનો દોર ગોવા તરફ લંબાવ્યો છે જયારે અન્ય ટીમે તોફીક પાસેથી ગેરકાયદે મિથેલીન ખરીદનારાની શોધખોળ શરૃ કરી છે. પૂછપરછમાં અનેક લોકોને મીથાઈલ આલ્કોહોલ કે કેમિકલ સપ્લાય કર્યું હોવાનો ઘટસ્ફોટ કરતા ખેડા સીટ દ્વારા તપાસનો દોર ગોવા તરફ લાંબાવ્યો છે. ગોવાના મુખ્ય સપ્લાયરની પુછપરછમાં તેણે રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા કેટલા લોકોને મિથેલોનનો કેટલો જથ્થો સપ્લાય કર્યો છે તેનો ખુલાસો ટૂંકમાં જ થશે તેમ મનાઈ રહ્યું છે.
અ ઉપરાંત તોફીકે રાજ્યના કેટલાક વેપારીઓને મિથેલોનનું ગેરકાયદે વેંચાણ કર્યું છે જેનો કેમિકલ, કલર, કાપડ અને બિનખાદય પદાર્થમાં ઉપયોગ થયાનું મનાય છે અને મિથેલોન યુક્ત પદાર્થના ઉપયોગથી નિર્દોષ ગ્રાહકોના આરોગ્ય સાથે પણ ચેડાં થાય તેમ હોઈ ખેડા પોલીસની ટીમે તોફીક પાસેથી મિથેલોન ખરીદનારા વેપારીઓની પણ યાદી તૈયાર કરી તમામની અટકાયતા ચક્રો ગતિમાન કર્યા છે જેને પગલે સિરપકાંડમાં આરોપીઓની મોટી સંખ્યામાં ધરપકડ થશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.