બ્રાઝિલ, તા.૭

વિશ્વભરનાં દેશો જીવલેણ કોરોનાની સામે ઝઝૂમી રહ્યા છે. ત્યારે આ વચ્ચે અમેરિકા બાદ હવે બ્રાઝીલે પણ વિશ્વ આરોગ્ય સંસ્થા પર ગંભીર આરોપ લગાવ્યા છે. સાથે સાથે બ્રાઝિલે વિશ્વ આરોગ્ય સંસ્થાની બહાર નિકળવાની ધમકી પણ તેમણે આપી છે. બ્રાઝીલમાં મૃતકોની સંખ્યા ૩૫ હજારને પાર પહોચી ચૂકી છે. જેથી ત્યાના રાષ્ટપતિ બાયર બોલ્સોનોરોએ એવુ કહ્યુ છે કે જા વિશ્વ આરોગ્ય સંસ્થા તેનું પક્ષપાત ભર્યું વર્તન નહી છોડે તો તેમનો દેશ સંસ્થા જાડે તમામ સંબોધો તોડી કાઢશે. 

જાકે રાષ્ટપતિ બાયર બોલ્સોનોરોએ તેના દેશમાં લોકડાઉન કરવા પણ ઘણો વિરોધ કર્યો હતો. છેલ્લા ચાર દિવસમાં બ્રાઝીલમાં હવે સંક્રમણની સંખ્યા ૧ લાખને પાર કરી ગઈ છે. બીજી તરફ ફીનલેંડમાં કોરોના ખતમ થવાની તૈયારીમાં છે.ન્યુઝીલેન્ડમાં ૧૪ દિવસથી એક પણ કેસ નોંધાયો સાથેજ ઈટલી સ્પેન તથા બ્રિટેનમાં પણ નવા કેસ આવતા ઓછા થઈ ગયા છે. અમેરિકાએ આઠ જેટલા દેશ સાથે મળીને આઈપૈક નામનું સંગઠન બનાવ્યુ છે. તમામ બાજુથી ઘેરાયેલુ ચીન અમેરિકાની રણનીતિથી ખફા થયુ છે. ચીને કÌš કે, હવે સ્થિતિ પહેલા જેવી નથી અને દુનિયા ચીનને રોકી શકે તેમ નથી.