રાજપીપળા-

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. હાલમાં જ ૬ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન પુરું થયું છે. ત્યારે હવે તમામ પાર્ટીઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કામે લાગી ગયા છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હવે તાલુકા અને જિલ્લા કક્ષાએ સભા, રેલીઓ કરી રહ્યા છે, ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રાજપીપળાના માર્ગો પર રેલી અને એક રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન ઠેરઠેર પાટિલનું તેમના સમર્થકો અને કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

સી.આર.પાટીલે જંગી મેદનીને સંબોધી પણ હતી. લગભગ ૩ઃ૩૦ વાગ્યાથી પ્રદેશ અધ્યક્ષની રાહ જાેઈ બેસી રહેલા લોકોએ સી.આર.પાટીલના પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આ ખરા મારા કાર્યકરો છે. બીટીપી અને એઆઈએમઆઈએમના ગઠબંધન મુદ્દે અને અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાતમાં જાહેરસભા સંબોધી હતી, એ મુદ્દે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આ આંધળા બેહરાનું ગઠબંધન છે.ગુજરાત કોઈ બોરી બામણીનું ખેતર નથી કે ગમે તેવો વ્યક્તિ અહીંયા આવીને ચરી જાય.

તેમણે ઉમેર્યું હતું કે, હૈદરાબાદમાં પણ આગામી સમયમાં ભાજપનો મેયર હશે અને અસદુદ્દીન ઓવૈસી રઘવાયા થઈ ઘર ભેગો થઈ જશે. કોંગ્રેસ મ્‌ઁએ વર્ષોથી આદિવાસીઓનું શોષણ કર્યું છે જેથી લોકોના મનમાં છેતરાયાનો ભાવ છે. હવે એ દુષણ હટાવવાનો સમય આવી ગયો છે. છોટુભાઈ ઘણું થયું હવે બીજાને પણ ચાન્સ આપો, આવનારી વિધાનસભામાં છોટુભાઈ વસાવાનું અસ્તિત્વ નહિ રહે. બિટીપી-એઆઈએમઆઈએમ તકવાદી ગઠબંધન છે.ભાજપનો છેડો પકડશો તો નર્મદા-ભરૂચનું ભલું થશે, આદિવાસી વિસ્તારનો પણ વિકાસ થશે.