નેપાળમાં ભારતીયોને લઈ જતી બસ પલટી ગઈ, ૭ લોકોના મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, માર્ચ 2026  |   2178


નવીદિલ્હી,ભારતીય યાત્રાળુઓને લઈ જતી એક પેસેન્જર બસ મધ્ય નેપાળમાં ખીણમાં પલટી ગઈ છે. અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે.સાત અન્ય ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના શનિવારે નેપાળના ગંડકી પ્રાંતમાં બની હતી.

યાત્રાળુઓને લઈ જતી બસ મનકામના મંદિરથી પરત ફરી રહી હતી ત્યારે અચાનક ડ્રાયવર સ્ટિયરિંગ પરનોકાબુ ગુમાવ્યો અને ગોરખા જિલ્લામાં રસ્તા પરથી ખીણમાં પડી ગઈ. મૃતકોમાં બે મહિલાઓ અને પાંચ પુરુષોનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે બધા મૃતકો ભારતીય નાગરિકો હતા.જિલ્લા પોલીસ કાર્યાલયના વડા ભરત બહાદુર બીકે કેએ જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ મુથુ કુમાર (૫૮), અનામાલિક (૫૮), મીનાક્ષી (૫૯), શિવગામી (૫૩), વિજયલ (૫૭), મીના (૫૮) અને તમિલરાસી (૬૦) તરીકે થઈ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution