ગાંધીનગર-

ગુજરાતમાં કપરાડા, ડાંગ, લીંબડી, ગઢડા, ધારી, મોરબી, કરજણ, અબડાસામાં આજે પેટાચૂંટણીની જાહેરાત થશે. કપરાડામાંથી જીતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવિણ મારૂ, ધારીમાંથી જે.વી.કાકડીયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં. જેને પગલે આ બેઠકો ખાલી પડી છે.

ગુજરાતની પેટાચૂંટણીની તારીખોની આખરે જાહેરાત થઈ ગઈ છે. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પર 3 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. તો 10 નવેમ્બરે પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરાશે.  

આજે કેન્દ્રીય ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. કોંગ્રેસના 8 ધારાસભ્યોના રાજીનામા બાદ વિધાનસભાની 8 બેઠકો ખાલી પડી હતી. કોરોનાની મહામારી વચ્ચે કેવી રીતે ચૂંટણી કરાવવી, કેટલા તબક્કામાં કરાવવી, મતદાનમાં શુ વ્યવસ્થા રાખવી એ પડકાર રૂપ છે. સોશિયલ ડિસ્ટન્સ કેવી રીતે થાય એ તમામ પર ચર્ચા કરવામાં આવશે. આજે ચૂંટણીની તારીખોની જાહેરાત પછીની કાર્યવાહી અંગે રાજ્ય સરકાર શું નિર્ણય લે છે તે જોવું રહ્યું. કોંગ્રેસના ધારાસભ્યોનાં રાજીનામાથી ગુજરાતમાં આ તમામ 8 બેઠક ખાલી પડી હતી. જો કે, આ બેઠકોની પેટાચૂંટણી માટે કોંગ્રેસ-ભાજપ સજ્જ હોવાના દાવાઓ કરી રહ્યા છે. ત્યારે મંગળવારે પેટાચૂંટણીની તારીખની જાહેરાત થઇ છે. જો કે ગુજરાતમાં પેટાચૂંટણીને લઈને મુખ્ય બે રાજકીયપક્ષ ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી માટે તૈયાર હોવાના દાવા કર્યા છે.


ગુજરાતની 8 ખાલી બેઠક         બેઠક કોણે આપ્યું રાજીનામું

અબડાસા                                    પ્રદ્યુમનસિંહ જાડેજા

લીંબડી                                        સોમા પટેલ

મોરબી                                        બ્રિજેશ મેરઝા

ધારી                                           જે.વી.કાકડિયા

ગઢ઼ડા                                          પ્રવીણ મારુ

કરજણ                                       અક્ષય પટેલ

કપરાડા                                      જીતુ ચૌધરી

ડાંગ                                           મંગળ ગાવિત