દેશમાં યુદ્ધની સ્થિતિને ધ્યાને રાખી 9 મેથી શરૂ થતી સીએની પરીક્ષા મોકૂફ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, મે 2025  |   નવી દિલ્હી   |   9999

ઇન્ડિયન ઈન્સ્ટિટઈયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી

હાલની ભારત પાકિસ્તાન યુદ્ધની સ્થિતિને ધ્યાને રાખી ઇન્ડિયન ઈન્સ્ટિટઈયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટ દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જાહેર કવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, હાલની સ્થિતિને ધ્યાને રાખી ચાલુ મહિનામાં લેવામાં આવનાર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં જણાવાયું છે કે, ૧૩ જાન્યુઆરી ૨૦૨૫ના રોજની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. જેમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યા હકે. જે ફેરફાર અનુસાર જાહેર કરવામાં આવ્યું છે કે, દેશમાં હાલની તણાવ અને સુરક્ષાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને પોસ્ટ ક્વોલિફિકેશન કોર્સ પરીક્ષાઓ (ઇન્ટરનેશનલ ટેક્સેશન એસેસમેન્ટ ટેસ્ટ) જે મે ૨૦૨૫માં લેવામાં આવનાર હતી. જેની તારીખ ૯ મેથી ૧૪ મે ૨૦૨૫ હતી. જેને હાલ મુલતવી કરવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. જેની માહિતી માટે વિદ્યાર્થીઓને વેબસાઇટ www.icai.org ના સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution