કેનેડાએ સ્કિલ્ડ ભારતીય વર્કર્સ માટે દરવાજા ખોલ્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, જુલાઈ 2024  |   3267

ઓટાવા: તમે જાે કેનેડામાં કામ કરવાની ઈચ્છા ધરાવતા હોવ તો તમારા માટે એક ચાન્સ આવી ગયો છે. કેનેડાએ સ્કિલ્ડ ભારતીય વર્કર્સ માટે પોતાના દરવાજા ખોલી નાખ્યા છે અને એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોની જાહેરાત કરી છે. ૈંઇઝ્રઝ્રએ તાજેતરમાં એક સ્પેશિયલ એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો યોજ્યો હતો જે સ્કીલ્ડ વર્કર્સ માટે હતો. ડિસેમ્બર ૨૦૨૩ પછી આ આવો પહેલો ડ્રો હતો અને એે દેખાડે છે કે કેનેડા દરેક મહત્ત્વના ફિલ્ડમાં ટેલેન્ટને આકર્ષવા માટે તૈયાર છે. કેનેડાએ એલિજિબલ ઉમેદવારોને કુલ ૧૮૦૦ ૈં્‌છ એટલે કે ઈન્વીટેશન ટુ એપ્લાય મોકલ્યા છે.

તમે સ્કિલ્ડ પ્રોફેશનલ હોવ અને ટ્રેડ જાણતા હોવ, એટલે કે ઈલેક્ટ્રિશિયન, પ્લમ્બર, ટ્રેડર, પાઈપ ફિટર, મિકેનિકનું કામ, કડિયાકામ, સુથારી કામ, ટેકનિશિયનનું કામ આ બધું આવડતું હોય તે તમારા માટે કેનેડામાં કામ કરવાની તક છે. પરંતુ કેનેડામાં કામ કરવા જતા પહેલા તમારે કેટલીક વાતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. એક તો ડ્રો માટે લાયક બનવા માટે તમારી પાસે કોમ્પ્રિહેન્સિવ રેન્કિંગ સિસ્ટમ - ઝ્રઇજીમાં ઓછામાં ઓછા ૪૩૬ સ્કોર હોવો જાેઈએ. આ ડ્રો એ ૈંઇઝ્રઝ્રની એક મોટી પહેલનો હિસ્સો છે જેમાં પાંચ ટકા જેટલી અરજીઓ ટ્રેડ ઓક્યુપેશનમાંથી લેવામાં આવશે જે કેટેગરી બેઝ્‌ડ ડ્રો હશે.

પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામનો પણ ડ્રો થયો છે. ૨ જુલાઈએ જ ઁદ્ગઁના ઉમેદવારો માટે એક એક્સક્લુઝિવ ડ્રો કરાયો હતો. તેમાં ૯૨૦ ઉમેદવારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. દરેક માટે ઓછામાં ઓછા ૭૩૯નો ઝ્રઇજી સ્કોર જરૂરી હતો. આ પ્રકારના પ્રોગ્રામ સ્પેસિફિક ડ્રો ૩૦ મેથી બહુ કોમ થઈ ગયા છે. તાજેતરમાં ચાર ડ્રો થયા તેમાંથી ત્રણ ડ્રો પીએનપી કેન્ડિડેટ માટે હતા. હવે ભારતીયો માટે કેવી તક છે તેની વાત કરીએ. ભારતીયો માટે તક વધારે છે ખાસ કરીને જાે તેઓ જે તે પ્રોવિન્સમાં જે ટ્રેડની જરૂરિયાત હોય તેમાં અનુભવ ધરાવતા હોય ત્યારે. કેનેડામાં કામ કરતા ઈન્ડિયન પ્રોફેશનલો અથવા સ્ટડી પરમિટ પર આવેલા લોકો પણ પર્મેનન્ટ રેસિડન્સી મેળવવા માટે આ રસ્તો વિચારી શકે છે. સ્કીલ્ડ લોકો માટે કેનેડામાં કાયમ માટે સેટલ થવાની આ એક સારી તક છે. કેનેડા એક્સપ્રેસ એન્ટ્રી શું છે તેની તો મોટા ભાગના લોકોને ખબર જ હશે. એક્સપ્રેસ એન્ટ્ર્રી સિસ્ટમ ૨૦૧૫માં શરૂ કરવામાં આવી હતી જેમાં ત્રણ મુખ્ય પ્રોગ્રામ સામે છે - કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ, ફેડરલ સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામ અને ફેડરરલ સ્કીલ્ડ ટ્રેડર્સ પ્રોગ્રામ. તેમાં ઉમેદવારની ઉંમર, અનુભવ, લેંગ્વેજ સ્કીલ, ઓક્યુપેશન જાેઈને પસંદગી કરવામાં આવે છે. એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોના ટાઈપની વાત કરીએ તો તેમાં જનરલ, પ્રોગ્રામ સ્પેસિફિક અથવા કેટેગરી બેઝ્‌ડનો સમાવેશ થાય છે. જનરલ ડ્રોમાં બધા ઉમેદવારોને ગણતરીમાં લેવાય છે જ્યારે પ્રોગ્રામ સ્પેસિફિકમાં ચોક્કસ પ્રોગ્રામ જેમ કે ઝ્રઈઝ્ર, હ્લજીઉઁ, અથવા હ્લજી્‌ઁ. ગણતરીમાં લેવાય છે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution