કૅનેડામાં વિદેશી પહેલાં સ્થાનિક યુવાનોને નોકરીએ રાખવા પડશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, એપ્રીલ 2026  |   2178

કેનેડામાં વસવાટ કરવા અને ત્યાં નોકરી મેળવવા ઈચ્છતા ભારતીય યુવાનો માટે મોટા પડકારો સામે આવ્યા છે. કેનેડા સરકારે વિદેશી કામદારો માટેના ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ અને લેબર માર્કેટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ ના નિયમોમાં આકરા ફેરફાર કર્યા છે. આ નવા નિયમો મુજબ હવે કંપનીઓએ વિદેશીઓને નોકરીએ રાખતા પહેલા કેનેડાના સ્થાનિક યુવાનોને તક આપવી પડશે અને વિદેશી લોકો માટે લાંબા સમય સુધી પ્રક્રિયા અટકાવી રાખવી પડશે, જેના કારણે ભારતથી કેનેડા જઈને નોકરી મેળવવા માંગતા લોકોને મોટો ઝટકો લાગી શકે છે.

કેનેડાની નવી નીતિ અને તેની અસરો - કેનેડામાં જ્યારે પણ કોઈ કંપની વિદેશી કામદારને નોકરી પર રાખવા માંગે છે, ત્યારે તેણે એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ કેનેડા પાસેથી ન્સ્ૈંછ સર્ટિફિકેટ મેળવવું પડે છે. આ સર્ટિફિકેટ મેળવવા માટે કંપનીએ સાબિત કરવું પડે છે કે તેણે તે કામ માટે કેનેડિયન નાગરિકોને શોધવાના પૂરતા પ્રયાસો કર્યા હતા, પરંતુ કોઈ લાયક સ્થાનિક ઉમેદવાર મળ્યો નથી. અત્યાર સુધી કંપનીઓએ માત્ર ચાર અઠવાડિયા સુધી નોકરીની જાહેરાત આપવી પડતી હતી, પરંતુ હવે સરકારે આ સમયગાળો વધારીને આઠ અઠવાડિયા કરી દીધો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution