અમદાવાદ-

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા દ્રવ્યોની હેરાફેરીના બનાવોમાં વધારો થયો છે. કચ્છના મુંદ્રા બંદર ઉપરથી 9 હજાર કરોડથી વધારે કિંમતનું હેરોઈન પકડાયાનો બનાવની હજુ પોલીસ તપાસ ચાલી રહી છે ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ગાંજો, સ્નેક ડ્રગ્સ અને મેફેડોલ ડ્રગ્સ પકડાયું હોવાનું સામે આવ્યું છે. ડીસામાં પોલીસે એક ધર ઉપર છારો મારીને આ જથ્થો ઝડપી લીધો હતો.

મળતી માહિતી મુજબ એક રહેણાંક મકાનમાંથી ડીસા પોલીસે 250 ગ્રામ ગાંજો, 50 ગ્રામ સ્નેક ડ્રગ્સ અને 8 ગ્રામ મેફેડ્રોલ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં શુભમકુમાર નામનો શખ્સ ડ્રગ્સની હેરફેર કરતો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે અંદાજે 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ નશીલા દ્રવ્યોના કેસમાં શુભમને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે. તેમજ આ રેકેટમાં અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે અને આ જથ્થો ક્યાંથી લવાયો હતો તેની પણ તપાસ શરૂ કરી છે.  51 હજારનું અફીણ અને 8 લાખના ડ્રગ્સ સાથે બે ઝડપાયા છે. પાથાવાડા નજીક હાઇવે પરની હોટલમાંથી 310 ગ્રામ અફીણના રસ સાથે હોટલ માલિક અને ડીસાના રહેણાંક વિસ્તારમાંથી 250 ગ્રામ ગાંજો, 50 ગ્રામ સ્મેક અને આઠેક ગ્રામ મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપયેલા યુવકની આકરી પૂછપરછ થઈ રહી છે અને સપ્લાયરો સુધી પહોંચવા પોલીસે તપાસ હાથ ધરી છે.