CBSEની નવી ૩ લેગ્વેજ ફોર્મ્યુલા અમલી સ્કૂલોમાં ૨ ભારતીય ભાષા ભણવી પડશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, એપ્રીલ 2026  |   1683

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ((CBSE) નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવાતી ભાષાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓને માત્ર બે ભાષાઓ ભણાવાતી હતી, જાેકે સીબીએસએ ‘૩ લેગ્વેજ’ના નવા ફોર્મ્યુલા મુજબ હવે શાળાઓમાં ત્રણ ભાષા ભણવી ફરજીયાત કરવામાં આવી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, અંગ્રેજીને ‘વિદેશી ભાષા’ ગણવામાં આવી છે.શિક્ષણ બોર્ડે R1, R2, R3  ત્રણ લેગ્વેજ ફોર્મ્યુલા બનાવી છે.

R1 (Language 1) :  : આમાં તે ભાષાનો સમાવેશ કરાયો, જે બાળક વધુ જાણે છે (જેમ કે ગુજરાતી) આ ભાષાને ઉચ્ચ સ્તરે ભણાવવામાં આવશે.

R2 (Language 2) :  : આમાં સ્ટાન્ડર્ડ લેવલની બીજી ભાષાનો સમાવેશ કરાયો છે અને આ ભાષા મધ્ય સ્તરે ભણાવવામાં આવશે.

R3 (Language 3) : આમાં નવી ફરજિયાત ભાષા સામેલ છે, જેની ધોરણ-૬થી શરૂઆત થશે.

સૌથી ચોંકાવનારો ફેરફાર એ છે કે, નવા નિયમોમાં અંગ્રેજીને વિદેશી ભાષા ગણવામાં આવી છે. આનો અર્થ એ થયો કે, જાે તમે બાળકને અંગ્રેજી ભણાવવા ઈચ્છો તો તેણે બે ભારતીય ભાષા (જેમ કે હિન્દી-ગુજરાતી અથવા હિન્દી-મરાઠી) ફરજિયાત પસંદ કરવી પડશે. હવે તમે માત્ર ‘હિન્દી અને અંગ્રેજી’ વાંચીને માત્ર ધોરણ-૧૦ પાસ નહીં કરી શકો.

સૌથી મોટો પડકાર એ છે કે, ઉત્તર ભારતની શાળાઓમાં દક્ષિણ અથવા પૂર્વની ભારતીય ભાષાઓ ભણાવવા માટે શિક્ષકોની ભારે અછત છે. જાે વિદ્યાર્થી ઓડિયા અથવા તમિલ ભણવા ઈચ્છે તો શાળાઓ પાસે શિક્ષક નથી.

વાલીઓ માટે સૌથી સારા સમાચાર એ છે કે, ગણિત અને વિજ્ઞાનમાં એડવાન્સ વિકલ્પનો ઉમેરો કરાયો છે. એટલે કે ધોરણ-૯થી ‘મૈથ્સ’ અને ‘સાયન્સ’ની સાથે ‘એડવાન્સ્ડ’ લેવલ પણ સામેલ કરાયું છે. જાે તમારા બાળકને એન્જિનિયરિંગમાં રસ છે તો તે ‘એડવાન્સ્ડ’ પેપર (૨૫ નંબરની જુદી ટેસ્ટ) પરીક્ષા આપી શકશે. ખાસ વાત એ છે કે, એડવાન્સ્ડ પેપરના માર્ક કુલ ટકાવારીમાં ઉમેરાશે નહીં, પરંતુ માર્કશીટ પર ‘એડવાન્સ્ડ લેવલ પાસ’નો ઉલ્લેખ હશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution