સેન્ટ્રલ બોર્ડનો ર્નિણય: ધોરણ ૬થી ૧૦નાં વિદ્યાર્થીઓએ ત્રણ ભાષાઓ ભણવી પડશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, એપ્રીલ 2026  |   સુરત   |   2277

નેશનલ એજ્યુકેશન પોલિસીમાં સૂચિત કરાયા અનુસાર દેશનાં સૌથી મોટા એજ્યુકેશનલ બોર્ડ (સીબીએસઇ)એ ૨૦૨૬-૨૭નાં નવા શૈક્ષણિક વર્ષથી ધો.૬નાં વિદ્યાર્થીઓને બે નહીં પણ ત્રણ ભાષા ફરજિયાત ભણાવવા માટેનો ર્નિણય જાહેર કર્યો છે અને સેન્ટ્રલ બોર્ડની આખા દેશની શાળાઓનાં આચાર્યોને આ ર્નિણયનો આગામી સાત દિવસથી જ અમલ કરવા માટે સૂચના આપી છે. પહેલી ભાષા અંગ્રેજી, દ્વિતીય ભાષા હિન્દી અને ત્રીજી ભાષા તરીકે જે પ્રાદેશિક ભાષા બોલાતી હોય તે શીખવાડવામાં આવશે. ગુજરાતમાં ત્રીજી ભાષા તરીકે ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવાશે જે ધો.૬થી રોટેશન અનુસાર ધો.૧૦ સુધી લાગૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને માધ્યમિક સ્તરે ત્રણમાંથી કોઇ બે ભાષાની પસંદગીનો વિકલ્પ પણ આપવામાં આવશે.

‘નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન ૨૦૨૩‘પર આધારિત આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભાષાકીય કૌશલ્ય, સાંસ્કૃતિક સમજ અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાનો છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે સત્તાવાર અભ્યાસક્રમ હજુ ઉપલબ્ધ ન હોવા છતાં, શિક્ષણ કાર્ય તાત્કાલિક શરૂ કરવું ફરજિયાત છે.

શાળાઓને સૂચના આપવામાં આવી છે કે જ્યાં સુધી પાઠ્યપુસ્તકો જાહેર ના થાય ત્યાં સુધી સ્થાનિક સ્તરે ઉપલબ્ધ અભ્યાસ સામગ્રીનો ઉપયોગ કરીને ભણાવવાનું શરૂ કરી દેવું. આ માટે શાળાઓએ પસંદ કરેલી ભાષાની વિગતો પોર્ટલ પર અપડેટ કરવાની રહેશે અને પ્રાદેશિક કચેરીઓને પણ આ અંગે જાણ કરવાની રહેશે.

ત્રિભાષા(ઇ૩) મોડેલ મુજબ, ધોરણ ૬થી ૧૦નાં વિદ્યાર્થીઓએ ત્રણ ભાષાઓ ભણવી પડશે. આ મોડેલની સૌથી મહત્ત્વની શરત એ છે કે પસંદ કરવામાં આવેલી ત્રણ ભાષાઓમાંથી ઓછામાં ઓછી બે ભાષાઓ ભારતીય મૂળની હોવી જાેઈએ, જ્યારે ત્રીજી ભાષા તરીકે અંગ્રેજી અથવા કોઈપણ વિદેશી ભાષાની પસંદગી કરી શકાશે. આ નવી શિક્ષણ પદ્ધતિને તબક્કાવાર રીતે લાગુ કરીને વર્ષ ૨૦૩૧ની બોર્ડ પરીક્ષા સુધીમાં સંપૂર્ણપણે પ્રભાવી બનાવવાની યોજના છે. આ ર્નિણયથી વિદ્યાર્થીઓમાં બહુભાષાવાદ અને વિવિધ

સંસ્કૃતિઓ પ્રત્યેનો આદર વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution