20, જુન 2020
297 |
ન્યુ દિલ્હી,તા.૧૯
સુપ્રીમ કોર્ટે શુક્રવારે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પરના ગ્રાઉન્ડ વર્ક પર કામ રોકવાની મનાઈ કરી હતી અને સરકારને ચેતવણી આપી હતી કે, જ્યાં સુધી આ મામલો કોર્ટમાં પેÂન્ડંગ રહશે, ત્યાં સુધી ત્યાં કામ ચાલુ રાખવામાં આવશે. કોર્ટે આ મામલે કેન્દ્ર અને અરજદારને ફરીથી જવાબ દાખલ કરવા જણાવ્યું છે.
જÂસ્ટસ એ એમ ખાનવિલકર, ન્યાયમૂર્તિ દિનેશ મહેશ્વરી અને ન્યાયાધીશ સંજીવ ખન્નાની બનેલી ખંડપીઠ, રાજીવ સુરી દ્વારા દાખલ કરેલી પીઆઇએલ પર સુનાવણી કરી રહી હતી. જેમણે દલીલ કરી હતી કે, જમીનના ઉપયોગમાં ગેરકાયદેસર ફેરફાર થઈ રહ્યો છે, જે લોકોને ઉપજાવ જમીનથી વંચિત રાખે છે. આશરે ૮૬ એકર જેટલો વિસ્તાર ધરાવતો આ પ્રોજેક્ટ ૨૦૨૨ સુધીમાં મધ્ય દિલ્હીમાં નવી સંસદ, સામાન્ય સચિવાલય અને અન્ય સરકારી કચેરીઓ બનાવવાનો છે. કારણ કે, સરકાર માટે વર્તમાન માળખાકીય સુવિધાઓ પૂરતી નથી. સુરીના વકીલે અદાલતને જણાવ્યું હતું કે, પર્યાવરણ મંજૂરી સમિતિ સમક્ષ કેટલાક આદેશ બાકી છે.