ભરૂચ, તા.૨૭
લોકસભાની ચૂંટણીઓ અંગે ઈન્ડિયા ગઠબંધન દ્વારા ભરૂચ બેઠક પર ડેડિયાપાડા ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાની સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે. બીજી તરફ કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓમાં વિરોધનો સૂર ઊભો થયો છે. જ ગતરોજ કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા અને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા સહિત આગેવાનોએ ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે માગણી કરતાં આવું કહ્યું હતું કે ઉમેદવાર ચાહે કોઈપણ હોય પણ ફક્ત કોંગ્રેસના ચિહ્ન પર જ ચૂંટણી લડશે તો જ અમે સહયોગ આપશું, બીજા કોઈ ચિહ્ન પર નહીંે. ભરૂચ લોકસભાની ચૂંટણીને લઈ ગઠબંધનના ર્નિણયને લઈ ઉભી થયેલ પરિસ્થિતિ થકી કોંગ્રેસના જૂના આગેવાનોમાં નારાજગી છે. ભરૂચ લોકસભાની બેઠક પર હંમેશા કોંગ્રેસના આગેવાનો અને નેતાઓ ચૂંટણી લડતા આવ્યા છે ત્યારે આ બેઠક આપને ફાળવી દેતાં ડખો ઊભો થયો છે.
બીજી તરફ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાએ આ અંગે તેઓ દ્વારા પ્રદેશ કક્ષાને માહિતગાર કરવાનું જણાવ્યું હતું. ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડવાની માગ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના આગેવાનોની માગણીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશ અને મોવડી મંડળ જે કહેશે તે મુજબ ચૂંટણી લડીશું. જ્યારે રાહુલ ગાંધીના નિવેદન અંગે જણાવ્યું હતું કે, જે ટીપ્પણી કોઈની લાગણી દુભાઈ એવી ન હતી. અમારી લડાઈ ખાલી માત્ર ભાજપને હરાવી લોકતંત્રને બચાવવા માટેની છે.
બીજી તરફ ગઠબંધનના ર્નિણયને લઈ કોંગ્રેસીઓ ભારે નારાજ જાેવા મળ્યાં હતા અને કોંગી આગેવાન સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ મોવડી મંડળ કોંગ્રેસીઓને લાગણી અને માગણીને ધ્યાને લઇ કોંગ્રેસી ઉમેદવારને ટિકિટ ફાળવે અન્યથા આગામી સમયે કોંગ્રેસીઓ નક્કર પગલાં ભરશે. ભરૂચની રાજકીય રમતમાં કોંગ્રેસ અને આપની આંતરિક લડતમાં ભાજપને સીધો ફાયદો થતો દેખાઈ રહ્યો છે.
કોંગ્રેસની કોન્ફરન્સ વખતે ચૈતર વસાવા પણ સર્કિટહાઉસમાં જ હતા!
આપના ઉમેદવાર ચૈતર વસાવાના નામની જાહેરાતના વિરોધમાં કોંગ્રેસના નેતાઓની પ્રેસ કોન્ફરન્સના સમયે ઇન્ડિયા એલાયન્સ અને આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા ઉમેદવાર ચૈતર વસાવાની પણ ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિતિને લઈને ભારે રાજકીય સમીકરણો સર્જાયા હતા. જાેકે, સર્કિટ હાઉસ હોવાથી કોઆપણ નેતા અહીં આવી શકે છે, એવું કહીને આ બાબતે કોંગ્રેસી નેતાએ વાતને રફેદફે કરી હતી.
મોવડી મંડળ અમારી વાત નહીં સ્વીકારે તો નવાજૂની થશે
કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મહત્ત્વના આગેવાનોની ગેરહાજરી અને કોંગ્રેસનું ભરૂચ શહેરમાં પોતાનું કાર્યાલય હોવા છતાં ઝાડેશ્વર ખાતેના સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવી તે સૂચવે છે કે કોંગ્રેસમાં કઈ નવાજૂની થવાના એંધાણ છે. સહકારી આગેવાન અને કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ ચીમકી ઉચ્ચારી હતી કે મોવડી મંડળ અમારી વાત નહિ સ્વીકારે તો નવાજૂની થશે, જેનો રાજકીય મતલબ થાય છે કે કદાચ નારાજ કોંગ્રેસીઓ લોકસભા ચૂંટણીમાં અપક્ષ રીતે લડત લડે અથવા તો કેસરિયો ધારણ કરે.