વડોદરા, તા.૮

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય સામે નોંધાયેલા ગુનામાં પોલીસ દ્વારા ધારાસભ્યની પત્નીની ધરપકડ કર્યા બાદ જ્યુડિશયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમને છાતીમાં દુખાવો થતાં સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાયા બાદ ફરજ પરના તબીબે ઘનિષ્ઠ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. તબીબે તેમને ઇન્સેટિવ કેર યુનિટમાં દાખલ કર્યા છે.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના જંગલની જમીન ખેડવા મામલે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી એક રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાના આક્ષેપો સાથે ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. જાેકે હાલ ધારાસભ્ય ચૈતન વસાવા પોલીસ પકડથી દૂર છે ત્યારે પોલીસે તેમના પત્ની શકુંતલાબેન ચૈતરભાઈ વસાવાની ધરપકડ કરી હતી. જ્યુડિશિયલ કસ્ટડીમાં રાજપીપળા ખાતે આવેલ સબ જેલમાં રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન ગઈકાલ સાંજે તેમને છાતીમાં ગભરામણ તથા બ્લડ પ્રેશરની તકલીફ થતા તબિયત બગડી હતી. તેમને સારવાર માટે પોલીસ જાપ્તા હેઠળ સ્થાનિક સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે વડોદરા ખાતે આવેલ સરકારી સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.

ચૈતર વસાવાની પત્નીના ૧ દિવસ અને અન્ય ૨ આરોપીઓના ૨ દિવસના રિમાન્ડ

રાજપીપળા. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ બાદ એમની પત્ની શકુંતલાબેન વસાવા, પીએ જીતેન્દ્ર વસાવા અને અન્ય ખેડુતની ધરપકડ કરી હતી.એડવોકેટ અને આમ આદમી પાર્ટીનાં નેતા ગોપાલ ઇટાલિયા સહિત અન્ય વકીલોની ટીમની દલીલ બાદ તમના રિમાન્ડ ના મંજુર કરવામા આવતા જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.તો બીજી બાજુ તાલુકા કોર્ટ રિમાન્ડ અરજી નામંજુર કરતાં સરકાર દ્વારા આ રિમાન્ડ અરજીને જિલ્લા કોર્ટમાં પડકારવામાં આવી હતી.જેની સુનાવણી હાથ ધરાતા ધારાસભ્ય ચૈતર વસાવાની પત્નીના ૧ દિવસ અને અન્ય બે આરોપીઓના ૨ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.એક બાજુ રાજપીપળા કોર્ટ ચૈતર વસાવાની પત્નીના ૧ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે