છમ્ફઁએ સ્જીેંમાં પોલીસ સામે વિરોધ કરી શિક્ષણ કાર્ય બંધ કરાવ્યું
14, ઓક્ટોબર 2021 297   |  

વડોદરા,તા.૧૩

સુરતમાં આવેલ વિર નર્મદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે માતાજીની ભકિતમાં વિલન બનેલી ઉમરા પોલીસ મથકના પીએસઆઇ બિપીન પરમાર, ડી સ્ટાફના કોન્સેટબલ ઇસુ ગઢવી સ્ટાફ સાથે યુનિવર્સિટીના સત્તાધિશોની પરવાનગી વિના કોલેજ કેમ્પસમાં પ્રવેશ કરીને ગરબા રમી રહેલા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓની જબરદસ્તીથી ધરપકડ કરીને પોલીસ મથકમાં લઇ જઇને માર માર્યો હતો.જેને પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર લેવાની ફરજ પડી હતી.લોકશાહીમાં પોલીસની આ દમનકારી નીતિના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.એબીવીપી દ્વારા આજે એમ એસ યુનિવર્સિટીમાં ખાખી વર્ધીના નશામાં ચકચુર અને પોલીસ વિભાગને લજવતા આ પીઆઇ કિરણ મોદીની વિદ્યાર્થીઓને કેસ કરી જીંદગી પુરી કરી નાંખવાની ધમકીને લઇને વિરોધ કર્યો હતો.અને પોલીસની હાય હાય બોલાવી રાજયની તમામ યુનિવર્સિટીનું શિક્ષણ કાર્ય એક કલાક ખોરવી નાંખી વીસી થકી રાજ્યપાલને આવેદન આપ્યું હતું. જેમાં, અપરાધીઓની જગ્યાએ નિર્દોષ વિદ્યાર્થીઓ પર હુમલો કરનાર નપુંસક સિંઘમ બનવવાળા ઉમરા પોલીસ મથકના પીઆઇ કિરણ મોદી, પીએસઆઇ બિપીન પરમાર, કોન્સેટેબલ ઇસુ ગઢવી અને તેના ગુંડાઓને તરત નિલંંબિત કરવા માગ કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution