લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, માર્ચ 2026 |
2673
નવી દિલ્હી,કેન્દ્ર સરકારે હવે ઘરેલું એલપીજી સિલિન્ડરના રિફિલ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ગ્રાહકો એક સિલિન્ડર બુક કર્યા પછી બીજાે સિલિન્ડર ૨૧ દિવસને બદલે ૨૫ દિવસ પછી જ બુક કરી શકશે. એટલે કે સરકારે રિફિલ બુકિંગના લઘુત્તમ વેઇટિંગ પિરિયડને ૪ દિવસ માટે વધારી દીધો છે. મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે સરકારે આ પગલું ગેસનો સંગ્રહ અટકાવવા અને તમામ ગ્રાહકોને સમાન રીતે સપ્લાય સુનિશ્ચિત કરવા માટે ભર્યું છે. સરકારી સૂત્રોએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને આ માહિતી આપી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી એવું જાેવા મળી રહ્યું હતું કે જરૂર ન હોવા છતાં લોકો સિલિન્ડર બુક કરીને સ્ટોક કરી રહ્યા હતા. વેઇટિંગ પિરિયડને ૨૫ દિવસ કરવાથી બિનજરૂરી બુકિંગ પર અંકુશ આવશે. તેનાથી એવા લોકોને સરળતાથી સિલિન્ડર મળી શકશે જેમને ખરેખર જરૂર છે.
બે દિવસ પહેલા સરકારે ઘરેલું ગેસ સિલિન્ડર ૬૦ રૂપિયા મોંઘું કરી દીધું છે. દિલ્હીમાં ૧૪.૨ કિલોગ્રામનું એલપીજી ગેસ સિલિન્ડર હવે ૯૧૩ રૂપિયામાં મળી રહ્યું છે. પહેલા આ ભાવ ૮૫૩ રૂપિયા હતો. બીજી તરફ, ૧૯ કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરમાં ૧૧૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. તે હવે ૧૮૮૩ રૂપિયામાં મળી રહ્યું છે. વધેલા ભાવ ૭ માર્ચથી લાગુ થઈ ગયા છે. આ પહેલા સરકારે ૮ એપ્રિલ ૨૦૨૫ના રોજ ઘરેલું સિલિન્ડરના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો કર્યો હતો. એટલે કે આ વધારો લગભગ એક વર્ષ બાદ કરવામાં આવ્યો છે. તો ૧ માર્ચ ૨૦૨૬ના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૩૧ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. સરકારે ગેસના ભાવમાં આ વધારો એવા સમયે કર્યો છે જ્યારે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે દેશમાં ગેસની અછત સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હાલ વધારાની કોઈ શક્યતા નથી. અધિકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત ૧૩૦ ડોલર પ્રતિ બેરલને પાર નહીં કરે, ત્યાં સુધી સ્થાનિક બજારમાં કિંમતો સ્થિર રહેશે. વર્તમાન અનુમાનો અનુસાર, ક્રૂડ ઓઈલ ૧૦૦ ડોલર પ્રતિ બેરલની આસપાસ રહેવાની અપેક્ષા છે. ઇંધણના પુરવઠા અંગે સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશના કોઈપણ પેટ્રોલ પંપ પર તેલની અછત નથી. સપ્લાય ચેઇન સંપૂર્ણપણે સામાન્ય છે. ભવિષ્યમાં કોઈપણ સંભવિત સંકટનો સામનો કરવા માટે ભારતે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ઉપરાંત અન્ય માર્ગોથી ક્રૂડ ઓઈલની સોર્સિંગ ઝડપી કરી છે. તેનાથી દરિયાઈ માર્ગમાં કોઈપણ તણાવની સ્થિતિમાં પુરવઠામાં અવરોધ નહીં આવે. વિમાનોમાં ઉપયોગમાં લેવાતા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે છ્હ્લ અંગે પણ સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે દેશ પાસે છ્હ્લનો પૂરતો સ્ટોક છે અને ગભરાવાની કોઈ જરૂર નથી. ભારત માત્ર છ્હ્લનું ઉત્પાદક જ નથી, પરંતુ તેની નિકાસ પણ કરે છે. તેથી વિમાન સેવાઓ પર કોઈ અસર નહીં પડે.