ગુજરાત કોંગ્રેસમાં થશે પરિવર્તન, કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને હાઇકમાન્ડનું તેંડુ

ગાંધીનગર-

રાજ્યમાં 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટેની રણનીતિને લઈને પણ સિનિયર નેતાઓ સાથે પણ ચર્ચા કરશે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના પ્રદેશ પ્રમુખ, વિધાનસભા વિપક્ષના નેતા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારીને લઈને કોંગ્રેસ હાઇકમાન્ડમાં ચર્ચા ચાલી રહી છે. વર્તમાન પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું ધરી દીધું છે, છેક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ આ રાજીનામાં પડ્યા હોવા છતાં આટલા સમયથી નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી નથી. આ સિવાય ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના નિધનથી પણ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે અને તેમની જગ્યા પર સંગઠનને મજબૂત કરવા માટે નવા કયા ચહેરાને મૂકવામાં આવે તેના પર વિચાર ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ માટે બે જૂથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રમુખ અને વિપક્ષના નેતાની વરણીની કવાયત વચ્ચે કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને હાઇકમાન્ડનું તેડું આવ્યું છે. કોંગ્રેસ હાઇકમાન્ડે હાર્દિક પટેલને દિલ્હી બોલાવ્યા છે. દિલ્હીથી બોલાવો આવતા આજે હાર્દિક પટેલ દિલ્હી જવા રવાના થશે. તેઓ ગુજરાતમાં કોંગ્રેસની પરિસ્થિતિને લઈને હાઇકમાન્ડ સાથે ચર્ચા કરશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution