પાલનપુર, પાલનપુરમાં ગ્રામરક્ષક દળની ૬૦૦ જગ્યા માટે ૬ હજારથી વધુ ઉમેદવારો ઉમટી પડ્યા હતા. પાલનપુરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો આવતા બેરોજગારોનો મહાસાગર જાેવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ઉમેદવારો આવતા ધક્કામુક્કી થઈ હતી. ભરતી પ્રક્રિયાની અવ્યવસ્થાના કારણે અરાજકતા સર્જાઈ હોય તેવા દ્રશ્યો જાેવા મળ્યા હતા. પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે શનિવારે ય્ઇડ્ઢની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ હેડક્વાર્ટરમાં સવારથી ઉમેદાવારો પહોંચ્યા હતા. પરંતુ ૬૦૦ ભરતીની સામે હજારો ઉમેદવારો પહોંચી જતા અરાજકતા જાેવા મળી હતી. પોલીસે ઉમેદવારોને નિયંત્રિત કરવા માટે લાકડી બતાવવી પડી હતી. વધુ અફરાતફરીની સ્થિતિ ન સર્જાય એ માટે ઉમેદવારોને પોલીસે ગેટ પર રોકી રાખ્યાં હતા. પોલીસ હેડક્વાર્ટર ખાતે ચાલી રહેલી ગ્રામ રક્ષક દળની ભરતી પ્રક્રિયામાં નોકરી મેળવવા માટે પાલનપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા. જાેકે, ૬૦૦ની ભરતી કરવાની છે. તેની સામે ૬ હજાર જેટલા બેરોજગાર યુવાનો ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઉમટી પડ્યા હતા. જેથી ધક્કામુક્કી સર્જાઈ હતી. જેથી પોલીસે આ ઉમેદવારોને વ્યવસ્થિત રીતે ગોઠવી અને ભરતી પ્રક્રિયા સરળ બને તેવા પ્રયત્નો હાથ ધર્યા હતા.આ અંગે બનાસકાંઠા ડી,વાય,એસ,પી., આર. કે. પટેલે જણાવ્યું હતું કે. અવસ્થા અને લાઠીચાર્જનો કોઈ સવાલ નથી ક્યાંય પણ લાઠી ચાર્જ થયો નથી. સવારે જે ઉમેદવારોને બોલાવેલા સમય પ્રમાણે એ લોકોને વાલિયો અને બીજા બધાને લઈને આવતા થોડુંક ટ્રાફિકજામ થયુ હતુ. એ પછી હેડક્વાટરનો જે મુખ્ય ગેટ છે એની અંદર લાઈન કરી ઉમેદવારોને સારી વ્યવસ્થા કરીને લાઈનસર યુનિટી અંદર લઈને એમને હોલ્ડિંગ એરિયામાં વ્યવસ્થિત બેસાડીને વારાફરતી રનીંગ ટ્રેક ઉપર લીધા છે. નવી ટેકનીક વ્યવસ્થા અમે સારી રીતે કરી છે. મેડિકલ વ્યવસ્થાપન રનીંગ ટ્રેક નજીક જ રાખેલી છે. પુરુષ માટે મેકમ ૧૭૮ હતું જે ફોર્મ ૪૬૭૧ જેવા ભરાયા હતા. તે તમામ પુરુષોને બોલાવીને દોઢની પ્રક્રિયા સમગ્ર ચાલી રહી છે, અને મહિલાઓની જે છે કે ટોટલ ૨૭૬ જેવી ખાલી જગ્યાઓ છે. જેમાં ૪૨૫ ફોર્મ ક્વોલિફાઈડ થયા છે. તેની તમામ પ્રક્રિયા આવતીકાલે રહેશે મહિલાઓ તમામ પ્રક્રિયા પાસ કરી તેમને પણ લેખિત પરીક્ષાનું આયોજન કરેલું છે. તેના આધારે મેરીટ લિસ્ટ બનાવીને જે ખાલી જગ્યાઓ છે તે ભરનાર છે.