છતીસગઢ: દંતેવાડા માં પોલીસ અને નક્સલીઓ ની અથડામણ, એક નક્સલીનું મોત
14, મે 2021

 દિલ્હી-

છતીસગઢ રાજ્ય ના નક્સલ પ્રભાવિત જિલ્લા દંતેવાડા માં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઇ છે. આ અથડામણ માં સૈનિકો ના ભારે ગોળીબારને કારણે, એક નક્સલવાદી માર્યો ગયો હતો. ઘટનાસ્થળેથી બે હથિયારો, આઈઈડી અને અન્ય સામગ્રી મળી આવી છે.

મળતી માહિતી મુજબ સલામતી દળોને મુસ્તલનાર માં નક્સલવાદી આંદોલનની જાણકારી પ્રાપ્ત થઇ હતી. જે બાદ ટીમે ગિદમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન મુસ્તાલનાર માં પોલીસ અને નક્સલીઓ વચ્ચે મુકાબલો થયો હતો. સવારે 7:30 વાગ્યાની આસપાસ આ અથડામણ થઇ હતી. અથડામણ માં માર્યા ગયેલા નક્સલવાદીની લાશ મળી આવી છે, જેની ઓળખ રામચંદ્ર કાર્તિ, ઉમર 20, જનમલીસિયા ના સભ્ય તરીકે કરવામાં આવી છે. ઘટનાસ્થળેથી બે શસ્ત્રો, 2 કિલો આઈઈડી વાયર, 4 પિથો, વાસણો અને દૈનિક ઉપયોગની અન્ય વસ્તુઓ પણ મળી આવી છે. આ કામગીરી માઓવાદીઓ ની પ્લાટુ નંબર 16 ની હાજરી વિશેની ચોક્કસ બાતમી પર થી શરૂ કરવામાં આવી હતી. દાંતીવાડાના એસપી અભિષેક પલ્લવ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution