03, સપ્ટેમ્બર 2020
છોટાઉદેપુર-
છોટાઉદેપુર જીલ્લા મા ફરી એક વાર મહિલા પર અત્યાચાર નો બનાવ બનતા જીલ્લા મા ચકચાર મચી જવા પામ્યો છે મહિલાને છોટાઉદેપુર જીલ્લા ના નસવાડી તાલુકા મા મહિલાને માર મારવાનો વિડિઓ વાયરલ થયો છે જેમા તમે અમારી છોકરીને કેમ શોધતા નથી તેમ કહી 3 ઈસમો એક મહિલાને હાથ અને લાકડી વડે માર માર્યો તેવો વિડિઓમાં ઉલ્લેખ થઇ રહ્યો છે આ વિડીયો નસવાડી તાલુકામાં ધન્યાઉમરવા ગામનો હોવાનુ બહાર આવ્યુ છે
આદિવાસી વિસ્તારમાં પ્રેમ પકરણને લઇ અનેક વાર આવી ઘટનાઓ બહાર આવી છે આ ઘટના પણ પ્રેમ પકરણને લઇ બની હોવાની શક્યતા સેવાઇ રહી છે મહિલા પર અત્યાચાર નો વિડીઓ વાયરલ થતા નસવાડી પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.