ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારત બાયોટેકની કોરોનો વેક્સિન લીધી હતી. તો રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ચૂંટણી બાદ વધારો થઈ રહ્યો છે. ત્યારે સિનિયર સિટીઝનો માટે કોરોનાની વેક્સિન લેવાનો બીજાે તબક્કો આજથી પ્રારંભ થશે. કોરોનાની રસી લેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિબહેન રૂપાણીએ ભાટ ગામની પાસે આવેલ એપોલો હોસ્પિટલમાં કોરોનાની રસી લીધી હતી.

બીજી તરફ કોરોનાને માત આપીને આવેલાં સીએમ રૂપાણીએ સિનિયર સિટીઝનોને અપીલ કરી છે કે, લોકો આ રસી લેવાનું ન ચૂકશો તેમજ ખોટી ભ્રામક વાતોમાં આવીને રસી ન લેવાનું કાર્ય ન કરતાં. મહત્વનું છે કે આજથી અમદાવાદ શહેરમાં ૧૪ જેટલી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની રસી ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનોને આપશે. આ સાથે ૪૫ વર્ષથી ઉપરના તેમજ અન્ય બીમારી હોય તેવા લોકોને કોરોનાની રસી લેવા માટેની ખાસ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે.