વડોદરા, તા.૨૬

વૈશ્વિક મહામારી કોરોનાના નવા ઘાતક વેરીએન્ટે માથું ઉચક્યુ છે ત્યારે ભારતમાં પણ આ વેરિયન્ટનો પગ પેસારો થવાની શક્યતાના કારણે તંત્ર એલર્ટ થઇ ગયુ છે. સાવચેતીના વિવિધ તમામ પગલાઓ અને સરકારી ગાઇડલાઇન મુજબ પોતાના બાળકો માટે પણ વાલીઓ ચિંતિત થયા છે અને શાળાઓમાં અભ્યાસ અર્થે જનાર વિધ્યાર્થીઓ પણ સાવચેતી દાખવીને માસ્ક સ્વૈચ્છિક રીતે પહેરીને શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે.

વૈશ્વિક મહામારી કોરોનાના નવા વેરીએન્ટે ભારતના પડોશી દેશ ચીન સહિત અન્ય કેટલાક દેશોમાં હાહાકાર મચાવ્યો છે જાેકે કોરોનાના આ નવા વેરીએન્ટે માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ કેસ હાલ ભારતમાં મળ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે કેટલીક ગાઇડ લાઇન જારી કરી છે જેને અનુસરીને રાજ્ય સરકારે પણ ગાઇડલાઇન જારી કરી છે જેમાં મુખ્યત્વે માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સિંગનુ ખાસ પાલન કરવા જણાવ્યુ છે. જયારે બીજી બાજુ શાળામાં ભણતા બાળકો અને ઓફિસે જતી વખતે લોકોમાં માસ્ક પહેરવાનુ પ્રમાણ પણ વધી રહ્યુ છે. જયારે શાળાએ ભણતા વિધ્યાર્થીઓના માસ્ક અંગે ડીઇઓએ જણાવ્યુ હતુ કે હાલ હાલત ખરાબ નથી જયારે રાજય સરકાર આરોગ્યના નિષ્ણાંતના પરામર્શમાં બધી નજર રાખી રહી છે અને અત્યાર સુધી કોઇ ઇન્ર્સ્ટકશન આપવામાં આવ્યુ નથી પરંતુ પ્રીકોશનના ભાગરુપે સાવચેતી રાખવી જરુરી છે.