ચીને સરહદથી 100 કિમી દૂર ટેન્કો,તોપો અને હજારો સૈનિકો સાથે યુદ્ધાભ્યાસ શરુ કર્યો
02, ફેબ્રુઆરી 2021 2277   |  

દિલ્હી-

એક તરફ ભારત સાથે શાંતિ માટે મંત્રણા અને બીજી તરફ સીમા પર ચીન તનાવ યથાવત રાખી રહ્યુ છે.હવે ચીને સરહદથી માંડ 100 કિલોમીટર દુર ટેન્કો, તોપો અને ભારેખમ વાહનો તેમજ હજારો સૈનિકો સાથે યુધ્ધાભ્યાસ શરુ કર્યો છે.

મળતી વિગતો અનુસાર પશ્ચિમ તિબેટમાં જ્યાં આ અભ્યાસ ચાલી રહ્યો છે તે જગ્યા ભારત સાથેની સરહદથી માંડ ૧૦૦ કિલોમીટર દુર છે.જાન્યુઆરીમાં આ પ્રેક્ટિસ ડ્રિલ યોજાઈ હતી અને તેનો એક વિડિયો પણ ચીને જાહેર કર્યો છે.આ વિડિયોમાં મોટી સંખ્યામાં ટ્રકો, ટેન્કો અને તોપો જાેઈ શકાય છે.કેટલાક અહેવાલો પ્રમાણે ચીને ભારતની સરહદ નજીક ઠેર ઠેર ટેન્કોની તૈનાતી કરી છે અને આવામાં તેના ઈરાદા પર શંકા ઉભી થવી સ્વાભાવિક છે. વિડિયોમાં જે ટેન્ક દેખાય છે તે પણ નવી બનાવટની હોવાનુ જાણકારોનુ માનવુ છે.

છેલ્લા એક મહિનામાં આવેલા કેટલાક અહેવાલોમાં દાવો કરાયો છે કે, ચીન ભારત સરહદ નજીકના વિસ્તારોમાં પોતાની ક્ષમતા વધારી રહ્યુ છે.તે પોતાના ફાઈટર જેટ્‌સ માટે નવા હેંગર પણ બનાવી રહ્યુ છે અને નવુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉભુ કરી રહ્યુ છે.ગયા મહિને પણ ચીને સિક્કિમના નાકુ લા પાસ પાસે ઘૂસણખોરીની કોશીશ કરી હતી અને તેને ભારતીય સેનાએ નાકામ બનાવી હતી.જે દરમિયાન થયેલા ઘર્ષણમાં બંને તરફ સૈનિકોને સાધારણ ઈજાઓ પણ પહોંચી હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution