બેઇજીગં-

સાઉથ ચાઈના સીમાં ચીન અને અમેરિકા વચ્ચે તનાવ વધી રહ્યો છે.અમેરિકા અહીંયા પોતાના બે જંગી એરક્રાફ્ટ કેરિયર સહિતના યુધ્ધ જહાજાે સાથે યુધ્ધાભ્યાસ કરી રહ્યુ છે.

જેના પગલે ફફડી ઉઠેલા ચીને સાઉથ ચાઈના સીમાં બનાવેલા કૃત્રિમ ટાપુઓ પર લડાકુ વિમાનો તૈનાત કરવા માંડ્યા હોવાનુ સેટેલાઈટ તસવીરોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યુ છે.

ચીને સાઉથ ચાઈના સીમાં એક ટાપુ પર ચાર જે-૧૧બી પ્રકારના અને બાકીના બોમ્બર વિમાનો તૈનાત કર્યા છે.આ લડાકુ વિમાનો અમેરિકાના યુધ્ધ જહાજાેને જરુર પડે તો નિશાન બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય તેમ છે.જે જગ્યાએ આ વિમાનો તૈનાત કરાયા છે તે વૂડી ટાપુ પર પહેલી વખત આટલા મોટા પાયે ચીને લશ્કરી ગતિવિધિઓ શરુ કરી છે.

જાેકે અમેરિકાને આ બધાથી ઝાઝો ફરક પડયો હોય તેમ લાગ્યુ નથી.અમેરિકાએ યુધ્ધાભ્યાસનો બીજાે તબક્કો પણ શરુ કરી દીધો છે.આ અગાઉ પહેલા તબક્કામાં 4 થી 10 જુલાઈ દરમિયાન અમેરિકાના યુધ્ધ જહાજાેએ સાઉથ ચાઈના સીમાં યુધ્ધાભ્યાસ કર્યો હતો.

જાણકારોનુ માનવુ છે કે, અમેરિકાના ડરને આગળ ધરીને હવે ચીને સાઉથ ચાઈના સીનુ ઝડપથી સૈન્યીકરણ કરવામ માંડ્યુ છે.આ ટાપુ પર ચીનને ફાઈટર વિમાનો તૈનાત કરવાનુ બહાનુ મળી ગયુ છે.ચીનના આ પગલાથી મલેશિયા, વિયેતનામ, ઈન્ડોનેશિયા જેવા પાડોશી દેશો દહેશતમાં આવી ગયા છે.

સાઉથ ચાઈના સીના પેટાળમાં ખનીજાે અને તેલના ભંડારો હોવાનુ મનાય છે.જેના કારણે આ વિસ્તાર પર ચીન પોતાનો દાવો ઠોકી રહ્ય્š છે.જાેકે તેની સામે ચીનના પાડોશી દેશો વિરોધ નોંધાવી રહ્યા છે અને તેમને અમેરિકાનો સાથ મળી રહ્યો છે.