દિલ્હી-

લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી ચિરાગ પાસવાનને હટાવવામાં આવ્યા છે. ચિરાગને હટાવ્યા બાદ સૂરજ ભાન સિંહને પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટીએ સૂરજ ભાનસિંહને રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક માટે ચૂંટણી યોજવાનો હવાલો પણ આપ્યો છે. બીજી તરફ, ગુસ્સે ભરાયેલા ચિરાગના સમર્થકોએ લોક જનશક્તિ પાર્ટીની ઓફિસમાં ઘૂસીને સાંસદ પશુપતિ પારસનું મોં કાળું કરી ચિરાગ પાસવાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. બીજી તરફ, રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી તેમને હટાવવાના નિર્ણય પર, ચિરાગ પાસવાને લોક જનશક્તિ પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક બોલાવી હતી અને પાંચેય બળવાખોર સાંસદોને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.