સામાન્ય વીમા કંપનીઓએ આરોગ્ય વીમા પાલિસી પરના સુધારેલા માસ્ટર પરિપત્રનું પાલન કરવા માટે નિયમનકાર પાસેથી ડિસેમ્બર ૨૦૨૪ સુધી એક્સ્ટેંશનની માંગ કરી છે. લાઈફ ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જૂનમાં 'સ્વાસ્થ્ય વીમા નીતિઓ પર માસ્ટર સર્ક્યુલર બહાર પાડયો હતો.
આ સર્ક્યુલરમાં, સામાન્ય અને આરોગ્ય વીમા કંપનીઓને ગ્રાહકો માટે વ્યાપક નીતિઓ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું, જેમાં તમામ પ્રકારની હાલની આરોગ્ય સ્થિતિઓ અને પહેલાથી અસ્તિત્વમાં રહેલા રોગો અને ગંભીર પરિસ્થિતિઓનો સમાવેશ થશે.નિયમનકારે વીમા કંપનીઓને ગ્રાહકોને ગ્રાહક માહિતી પત્રકો પ્રદાન કરવા પણ કહ્યું હતું. તે એક દસ્તાવેજ છે જે પોલિસીધારક માટે પોલિસીની વિગતોને સ્પષ્ટ અને સરળ બનાવશે. આ ધોરણો ૧ ઓક્ટોબર, ૨૦૨૪ થી અમલમાં મૂકવાનો પ્રસ્તાવ છે. જાે કે, ઉદ્યોગે આ તારીખને ડિસેમ્બર ૨૦૨૪ સુધી લંબાવવાની માંગ કરી છે, જેથી ગ્રાહક માહિતી પત્રકો સંબંધિત ધોરણોનું પાલન કરી શકાય. વીમા કંપનીઓએ પણ ગ્રામીણ વિસ્તારોમાં તેમના વ્યવસાયને મજબૂત કરવા સંબંધિત અધિકારીઓને પત્રો જારી કરવામાં મદદ માંગી છે, જેથી આ વિસ્તારોમાં તેમના આવશ્યક વ્યવસાયિક કાર્ય પૂર્ણ થઈ શકે. ઉદ્યોગના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ઉદ્યોગે નવા પરિપત્ર મુજબ નીતિઓમાં ફેરફાર કરવા માટે વધુ સમયની વિનંતી કરી છે, કારણ કે તેને આઈટી સિસ્ટમમાં જરૂરી ફેરફારોની જરૂર પડશે.
Loading ...