લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, એપ્રીલ 2026 |
2178
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વિવિધ પક્ષો દ્વારા પૂરજાેશમાં તૈયારીઓ ચાલી રહી છે. શહેર ભાજપ સેન્સ પ્રક્રિયાની વિગત જાહેર કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ૨ અને ૩ તારીખે ભાજપ દ્વારા ‘સેન્સ‘ લેવાની પ્રક્રિયા લેવાઈ હતી. જેમાં આજે ૪૮ વોર્ડની ૧૯૨ બેઠક માટે કુલ ૨૩૬૪ બાયોડેટા ભાજપને મળ્યા છે. ઉમેદવારોનાં નામની જાહેરાત બાદ હવે ગાંધીનગર ખાતે પ્રદેશ સંસદીય બોર્ડની બેઠકમાં આગેવાનો નગરપાલિકા, મહાનગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયત માટેનાં ઉમેદવારોની સઘન ચર્ચા કરાશે. ૩૩ ટકા મહિલા અનામત અને ૨૭ ટકા મહિલા અનામતનાં કારણે મહિલાઓનું પ્રમાણ પણ પહેલા કરતા વધુ જાેવા મળશે. ભાજપે ગઈકાલે સમગ્ર ગુજરાતમાંથી મોવડી મંડળ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ લઘુમતી મોરચાનાં પદાધિકારીઓની જાહેરાત કરી છે જેમાં ૨૧માંથી ૧૮ પદાધિકારીઓ મુસ્લિમ સમાજથી છે.ભાજપે નક્કી કરેલા નિરીક્ષકોએ ટિકિટ લેવા માંગતા દાવેદારોને સાંભળ્યા હતા. જેમાંથી ૧૦૩૪ મહિલા કાર્યકરે દાવેદારી નોંધાવી છે. જ્યારે ૧૩૩૦ પુરૂષ કાર્યકર્તાઓએ દાવેદારી કરી હતી. અમદાવાદ શહેરમાં ૨ અને ૩ તારીખે ભાજપ દ્વારા ‘સેન્સ‘ લેવાની પ્રક્રિયા લેવાઈ હતી. મળતી માહિતી મુજબ ઘાટલોડિયા વિધાનસભાનાં ગોતા વોર્ડમાં ૫૫, ઘાટલોડિયા વોર્ડમાં ૩૫ દાવેદારોએ દાવેદારી નોંધાવી હોવાની વિગત મળી છે. જમાલપુર વોર્ડમાં જમાલપુરમાં ૨૫, ખાડિયામાં ૫૨, સરખેજ વોર્ડમાં ૬૩, બહેરામપુરામાં ૩૦ દાવેદારો, વેજલપુર વોર્ડમાં ૩૨, જાેધપુર વોર્ડમાં ૩૬, મકતમપુરમાં ૧૬ દાવેદારોએ ફોર્મ ભર્યા હોવાની માહિતી મળી છે. દસ્ક્રોઈ વિધાનસભાનાં નિકોલ વોર્ડમાં ૯૫ લોકોએ દાવેદારી નોંધાવી છે. ઓઢવમાં ૬૬, વિરાટનગરમાં ૩૩ કાર્યકરો મેદાને ઊતર્યા છે. સૂત્રો મુજબ, અમદાવાદ શહેરમાં પૂર્વ કોર્પોરેટરો પત્નીને ટિકિટ અપાવવા ભાજપના કાર્યકરો સક્રિય થયા છે. જૈવલ ભટ્ટ, પંકજ ભટ્ટ, કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ પત્ની માટે દાવેદારી કરવા પહોંચ્યા હતાં. ગીતાબેન પરમાર અને નિક્કીબેન મોદીએ બાયોડેટા આપ્યો હતો. અમદાવાદ શહેરમાં સ્થાનિક સ્તરે ટિકિટ મેળવવા પાર્ટીની અંદર દાવેદારોમાં રસાકસી જાેવા મળી હતા. લોકોનું માનવું છે કે આ વખતે ભાજપ ૩ ટર્મ પૂરી થઈ હોય, નો રિપિટ થિયરીને લીધે ઘણાં દાવેદારોને ટિકિટ નહીં આપે. જાે હાઈકમાન્ડ તરફથી આદેશ હોય તો દાવેદારનું પલડું ભારે રહેશે તેમ જણાઈ રહ્યું છે. પાર્ટી આ વખતે નવા ચહેરાને તક આપશે કે જૂના ચહેરાને લઈ મત માંગશે? જૂના ચહેરાને કામનાં આધારે તેનું મૂલ્યાંકન કરાય તેવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે. ઉપરાંત, ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયામાં જેટલા પ્રખ્યાત હશો એના આધારે પણ તમને ટિકિટ મળી શકે છે એવો ગણગણાટ દાવેદારોમાં થઈ રહ્યો છે.