દિલ્હી-

કિસાન આંદોલન મામલામાં સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિમાંથી ભુપિંદરસિંહ માનના અલગ થવાના મામલા તરફ ઇશારો કરતા દેશના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) એસ.એ. બોબડેએ કહ્યું કે કાયદો સમજવામાં થોડી ગેરસમજ છે. સમિતિનો ભાગ બનતા પહેલા વ્યક્તિનો અભિપ્રાય હોઈ શકે છે, પરંતુ પછીથી તેનો અભિપ્રાય બદલાઈ શકે છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે કાયદા અંગે ગેરસમજ છે જેનું અમે ધ્યાન આપી રહ્યા છીએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો તમે સમિતિની નિમણૂક કરો છો અને જો તેઓએ કોઈ મત વ્યક્ત કર્યો છે તો તેનો અર્થ એ નથી કે તેઓ સમિતિમાં ન હોવા જોઈએ. ઠીક છે, તમે કંઈક કહ્યું છે અને તમે તમારો દ્રષ્ટિકોણ બદલવા માટે હકદાર છો. સમિતિ ન્યાયાધીશ નથી. સુપ્રીમ કોર્ટે અયોગ્યતાના કેસની સુનાવણી દરમિયાન આ મંતવ્યો વ્યક્ત કર્યા હતા. સુપ્રીમ કોર્ટે ખેડૂતો અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી કમિટીમાંથી ભુપિંદર સિંહ માનના અલગ થવા પર આ ટિપ્પણી કરી હતી. સીજેઆઈએ કહ્યું કે સમિતિના સભ્યો ફક્ત પોતાનો અભિપ્રાય આપી શકે છે, ફક્ત ન્યાયાધીશો જ નિર્ણય લેશે. કાયદાકીય સેવા ઓથોરિટી દ્વારા અપીલ દાખલ કરવામાં મોડા થવાના મામલે કોર્ટે એક સમિતિ પણ બનાવી છે.