CM ભૂપેન્દ્ર પટેલે ભીખુભાઇ દલસાણીયાના શુભેચ્છા સમારંભમાં હાજરી આપી 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, ઓક્ટોબર 2021  |   2574

ગાંધીનગર-

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત બિહાર પ્રદેશ ના સંગઠન મહામંત્રી તથા પ્રદેશ પૂર્વ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાના શુભેચ્છા કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે તેમને શુભેચ્છા પણ પાઠવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત બિહાર પ્રદેશના સંગઠન મહામંત્રી તથા પ્રદેશ પૂર્વ સંગઠન મહામંત્રી આદરણીય ભીખુભાઈ દલસાણીયાજીના શુભેચ્છા કાર્યક્રમ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ,પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી,કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા,રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી ભારતીબેન શિયાળ,પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્રભાઈ પટેલ,સંઘ પરિવારના વરિષ્ઠ અગ્રણીશ્રીઓ,પ્રદેશ પદાધિકારીઓ,રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ,પૂર્વ મંત્રીશ્રીઓ,સૌ સાંસદશ્રીઓ,ધારાસભ્યશ્રીઓ તથા સંગઠનના હોદ્દેદારો સાબરકાંઠા જિલ્લામાંથી પ્રભારી ભરતભાઇ આર્ય જિલ્લા ભાજપ પ્રમુખ જેડી પટેલ, સંસદસભ્ય દિપસિંહ ,પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણભાઈ વોરા, પૂર્વ સંગઠન મંત્રી અતુલભાઇ દીક્ષિત ,પૂર્વ મહામંત્રી અશોકભાઈ જોશી તમામ સાંસદધારાસભ્યઓ તથા સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતાં

ભીખુ દલસાણીયાને બિહાર BJPના સંગઠન મહામંત્રી બનાવાયા છે. બિહારમાં સપ્ટેમ્બરથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ શરૂ થઇ રહી છે. બિહારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે જ ભીખુ દલસાણીયાને મોટી જવાબદારી સોંપાઈ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપ સંગઠનમાં થોડા સમય પહેલાં જ મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં સંગઠન મહામંત્રી તરીકે ભીખુ દલસાણીયાની જગ્યાએ બિહારના સંઘના નેતાને રત્નાકરને મહામંત્રી પદનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.છેલ્લા દસ વર્ષથી ભીખુભાઈ દલસાણીયા ગુજરાત સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવતા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution