વડોદરા, તા.૯

વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે છેલ્લાં બે-ત્રણ દિવસથી વાદળિયા વાતાવરણ રહ્યા બાદ એકાએક ઠંડીનો ચમકારો ફરી વળ્યો હતો.

 તેમાંય ઉત્તર-પૂર્વ તરફથી ૧૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવન અને તાપમાનનો પારો ચાલુ સીઝનમાં પ્રથમ વખત ૯.ર ડિગ્રી સેન્ટિગ્રેડ સાથે કોલ્ડેસ્ટ-ડે નોંધાતાં નગરજનો ઠૂંઠવાયાં હતાં.

જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર હેઠળ ઉત્તર ભારતના તમામ રાજ્યોમાં કાતિલ ઠંડીનો સપાટો ફરી વળતાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ઉત્તર તરફથી બર્ફિલા પવન ફૂંકાવાની સાથે મહત્તમ અને લઘુતમ તાપમાનનો પારો પણ નીચે ગગડતાં રાત્રિના ૧૦ વાગે કરફયૂ શરૂ થાય તે પૂર્વે જ મોટાભાગના માર્ગો સૂમસામ જાેવા મળ્યા હતા. શનિવારે રાત્રે લઘુતમ તાપમાનનો પારો પ્રથમવાર સિંગલ ડિજિટમાં નોંધાતાં કોલ્ડેસ્ટ રાત રહી હતીહવામાન વિભાગના સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ આજે મહત્તમ તાપમાન ર૪.૧ ડિગ્રી સેન્ટિગ્રેડ અને લઘુતમ તાપમાન ૯.ર ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું.