અમેરિકાની 200 કંપનીઓ પર ‘કોલોસલ’ રેન્સમવેર હુમલો, 70 મિલિયન ડોલરની માંગ

ન્યુયોર્ક-

અમેરિકાને વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ કહેવામાં આવે છે, પરંતુ આ કોરોનાકાળમાં તે કેેટલો ર્નિબળ બની ગયો જે સમગ્ર વિશ્વએ જાેયુ છે. વળી તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, હેકર્સનાં કારણે એકવાર ફરી અમેરિકાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તાજેતરમાં, અમેરિકાની ૨૦૦ જેટલી કંપનીઓ પર ‘કોલોસલ’ રેન્સમવેર હુમલો થયો છે. હેકર્સે પહેલા ફ્લોરિડા સ્થિત આઇટી કંપની કાસિયાને નિશાન બનાવ્યું હતું. ત્યારબાદ તેઓ કંપનીનાં સોફ્ટવેરનો ઉપયોગ કરીને કોર્પોરેટ નેટવર્ક દ્વારા અન્ય કંપનીઓ સુધી પહોંચ્યા. હવે સમાચાર આવી રહ્યા છે કે, હેકર્સે આ માટે ૫૨૦ કરોડની ખંડણી માંગી છે. અમેરિકન મીડિયા અનુસાર, આ હુમલા પાછળ રેવિલ રેન્સમવેર ગેંગનો હાથ છે. જેના માટે તેમણે હવે ડાર્ક વેબ પર બ્લોગ લખ્યો છે. આ પોસ્ટ મુજબ, હેકર્સે ૭૦ મિલિયન ડોલરની માંગ કરી છે, જે ભારતનાં હિસાબે ૫૨૦ કરોડ રૂપિયા હશે.

આ ગેંગે લખ્યું છે કે, ૨ જુલાઈએ અમે સ્જીઁ પ્રોવાઇડર પર સાયબર હુમલો કર્યો હતો. જાે કોઈ પણ તેના વિશે વાત કરવા માંગે છે, તો અમારી કિંમત ૭૦ મિલિયન ડોલર છે. આ બધા પૈસા રોકડમાં નહીં પરંતુ બિટકોઇનમાં માંગવામાં આવ્યા છે. આ પછી, તેઓ જાહેરમાં ડિક્રિપ્ટરને પ્રકાશિત કરશે, જેની મદદથી હુમલો કરવામાં આવેલી બધી કંપનીઓ તેમની ફાઇલોને ડિક્રિપ્ટર કરી શકે છે. આ ટોળકીએ દાવો કર્યો હતો કે જાે માંગ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં નહીં આવે તો ખંડણીની રકમ વધશે. જાે કે કાસિયા પર સાયબર એટેક એ અત્યાર સુધીની સૌથી મોટુ હેકિંગ માનવામાં આવે છે. જાે તે આ રકમ ચૂકવે છે, તો તે આજ સુધીની સૌથી મોટી ખંડણી હશે. વળી પ્રારંભિક અહેવાલમાં એક બીજી બાબત પણ સામે આવી છે. જે મુજબ હેકિંગ ગેંગ મોટી સ્જીઁ થી ૫ મિલિયન ડોલર અને નાની કંપનીઓ પાસેથી ૪૫ હજાર ડોલર માંગી રહી છે. વળી સોફોસમાં વાઇસ પ્રેસિડેન્ટ અને સીઆઈએસઓ, રોસ મૈકકર્ચરે જણાવ્યું હતું કે, અત્યાર સુધી ૭૦ સંચાલિત સર્વિસ પ્રોવાઇડર આ હુમલાનો ભોગ બન્યા છે. આ સિવાય ૩૫૦ સંસ્થાઓ પણ આનાથી પ્રભાવિત થઈ છે. જાેકે આ કંપનીઓ વિશ્વવ્યાપી છે, પરંતુ તેમાંથી મોટાભાગની અમેરિકા, જર્મની, ઓસ્ટ્રેલિયા, યુકે અને કેનેડામાં આવેલી છે. બીજી તરફ, આ મામલાની ગંભીરતા જાેતાં રાષ્ટ્રપતિ બિડેને હ્લમ્ૈં ને તેની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution