હાલોલ, તા.૨

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે છઠ્ઠી પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ થયો છે પાવાગઢ તળેટીમાં આવેલા વાઘેશ્વરી માતાના મંદિરથી સાધુ સંતોની હાજરીમાં લીલી ઝંડી આપવામાં આવી હતી.ગુજરાતભરમાંથી આવેલા એક હજારથી વધુ પદયાત્રીઓએ આ પરિક્રમામાં જાેડાયા હતાં પાવાગઢ ફરતે થતી ૪૪ કિલોમીટર પરિક્રમા થાય છે. અતિ પ્રાચીન એવી પવિત્ર પાવાગઢ પરિક્રમા જેનું વેદોમાં અને પુરાણોમાં અતિ મહત્વ છે અને વિશ્વામિત્રી ઋષિની તપસ્વી એવા પાવાગઢ પર્વત જેને શ્રીયંત્ર પર્વત તરીકે પણ કહી શકાય તેવા પર્વતની પરિક્રમા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તો જીવન ધન્ય થઈ જાય છે. પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આવેલા વાઘેશ્વરી માતા ના મંદિર થી હજારો સાધુ-સંતો તેમજ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં પાવાગઢ પરિક્રમા ને વહેલી સવારે લીલી ઝંડી આપવામાં આવી હતી. મહાકાળી માતા ના જય ઘોષ સાથે પાવાગઢ પરિક્રમા નીકળી હતી. પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા આયોજિત આ પરિક્રમામાં રજીસ્ટ્રેશન થયેલા એક હજારથી વધુ માઇભકતો જાેડાયા હતા બે દિવસ ચાલનારી આ પાવાગઢ પરિક્રમા નો પ્રથમ પડાવ તાજપુરા ખાતે હશે ત્યારબાદ ખુનીયા મહાદેવ ખાતે આ પરિક્રમા સંપન્ન થશે.કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને આ પરિક્રમામાં આ વખતે પદયાત્રીઓ માસ્ક નજર પડ્યા હતા. આવેલા સાધુ-સંતો જણાવ્યું હતું કે ભારત વર્ષની હિન્દુ ધર્મની સૌથી મોટી શક્તિ પીઠ મહાકાળી માની પરિક્રમાનો વિક્રમ વિસરાયો હતો ત્યારે આ પરિક્રમા નો હેતુ હિન્દુ ધર્મના મૂલ્યોનું જાગરણ થાય હિન્દુઓ પવિત્ર જીવન તરફ વળે અને સુખ-સમૃદ્ધિ

પ્રાપ્ત કરે તે છે.