રિયા ચક્રવર્તીએ સુશાંતના મૃત્યુ બાદ એક મહિના પછી ૧૪ જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. રિયા સોશિયલ મીડિયા પર એક્ટિવ થઇ કે ટ્રોલર્સ પણ એક્ટિવ થઇ ગયા. અમુક તેને સુશાંતના મૃત્યુ માટે જવાબદાર ગણાવે છે. અમુકે તો રેપ-મર્ડરની ધમકી પણ આપી હતી, જેના સ્ક્રીનશોટ રિયાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. રિયાએ આ કેસમાં મુંબઈ સાયબર ક્રાઇમ પોલીસની મદદ માગી એક્શન લેવા માટે કહ્યું હતું. ત્યારબાદ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં બે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ્‌સ હોલ્ડર્સ વિરુદ્ધ એફઆઈઆર ફાઈલ થઇ છે.મુંબઈ પોલીસના ઝોન ૯ના ડીસીપી અભિષેક ત્રિમુખેએ જણાવ્યું કે આ કાર્યવાહી રિયા ચક્રવર્તીની ફરિયાદ પર કરવામાં આવી રહી છે. આ પહેલાં બાંદ્રા પોલીસે રિયાની સુશાંત સિંહના કેસમાં લગભગ ૧૧ કલાક પૂછપરછ કરી હતી.