જામનગર-
આજે મનપાની ચૂંટણી પ્રચારોનો અંતિમ દિવસ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ પાર્ટી મતદારોને પોતાની તરફ વાળવાનો પૂરો પ્રયત્ન કરી રહી છે. ભાજપ પાર્ટી આજે અમદાવાદમાં સી.આર.પાટીલની આગેવાનીમાં રેલી કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પણ પોતાનો પૂરો દમખમ બતાવી રહી છે. આપને જણાવી દઇએ કે, જામનગરમાં કોંગ્રેસ પાર્ટીએ પ્રચાર શરૂ કરી દીધો છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વોર્ડ નંબર ૧૫ અને ૧૬ નાં ઉમેદવારોની બાઇક રેલીમાં જાેડાયા છે.
જ્યા તેમણે ભાજપ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે, ભાજપનાં રાજમાં શિક્ષણ મોંઘુ થયુ છેે અને આરોગ્ય સુવિધાઓ સાથે પીવાનાં પાણીની પણ તકલીફો જાેવા મળી રહી છે. આઝે તળીયાનાં ભાવે ક્રૂડ હોવા છતાં ગેસનાં ભાવો, પેટ્રોલ-ડીઝલનાં ભાવો સતત વધી રહ્યા છે. ઉપરાંત તેમણે કહ્યુ કે, જામનગર સહિત ૬ મનપામાં કોંગ્રેસનું શાશન આવશે.
Loading ...