લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, એપ્રીલ 2026 |
વડોદરા |
2079
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ત્યારે આજે ભાજપા દ્વારા રાજ્યની તમામ મહાનગર પાલિકાઓમાં એકસાથે પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પાલિકાની ચૂંટણીના પ્રચાર અર્થે જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ટિકિટ મેળવનારા તમામ ભાજપાના ઉમેદવારોને જનસેવાનો સંકલ્પ લેવડાવી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
ઉપરાંત તેઓ ત્રણ વોર્ડની ચૂંટણી કચેરીએ જઈને ઉમેદવારો અને બુથ લેવલના કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. તેમણે કાર્યકરોને સંબોેધતા કહ્યું હતું કે, ઘણા કોંગ્રેસીઓના પેટમાં દુ:ખે છે. અને દુ:ખવંુ પણ જાેઈએ અસામાજીક તત્વોને હું નહીં જ છોડું, જાેર જાેરથી કુદી કૂદીને આશાંતધારા કાયદાને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ સરકારે અશાંતધારો કાયદો વિનાસભમાં મંજૂર કરાવ્યો છે.
જાેકે, હર્ષ સંઘવીના કાર્યક્રમમાં અલગ અલગ વોર્ડમાં ક્યાંક સંગઠન તો ક્યાક કપાયેલા કાઉન્સિલરો અને દાવેદારો નિષ્ક્રિય જણાયા હતા.
ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજથી ભાજપા અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. ભાજપા દ્વારા વડોદરાના કિર્તીમંદિર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મહામંત્રી અને પ્રભારી ચૌહાણ તેમજ શહેર ભાજપા સંગઠનના તમામ હોદ્દેદારો અને ધારાસભ્યો સહિતની ઉપસ્થિતીમાં ટિકિટ મેળવનારા ૭૬ ઉમેદવારોને જનસેવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. અને ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ ઉમેદવારોને મળીને ચર્ચા પણ કરી હતી.
ઉપરાંત નાયબ મુખ્યમંત્રીએ વોર્ડ- ૧, વોર્ડ-૩ અને વોર્ડ-૬ના પણ ચૂંટણી કાર્યાલય ખાતે જઈને કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ દ્વારા કેરલાની ચૂંટણી પ્રચાર દરમિયાન કરેલા નિવેદન અંગે કર્યું હતુ કે, કોંગ્રેસને ગુજરાતને બદનામ કરવા સિવાય કોઈ કામ નથી બચ્યું તેવો આક્ષેપ કરતા કહ્યું હતું કે, તમે તમારી ચૂંટણી જીતવા માટે ગુજરાતીઓને કેમ બદનામ કરો છો? કોંગ્રેસીઓ પ્રચાર માટે આવે ત્યારે પૂછજાે કે, અશાંતધારાનો વિરોધ કેમ કરો છો? તેમણે દુનિયાનુ સૌથી મોટુ સંયુક્ત કુટુંબ એ ગુજરાતના નાગરિકો અને ભાજપાના કાર્યકરો છે તેમ કહ્યું હતું. આ સંયુક્ત કુટુંબે છેલ્લા ૩૦ વર્ષથી એકપછી એક ગુજરાત વિરોધીઓને સાફ કરવાનું કામ કર્યું છે.
આ વખતે વડોદરા શહેરના નાગરિકો શહેરના હિતમાં મન બનાવી લીધુ છે. અને શહેરની ૧૦૦ ટકા સીટ પર કમળ ખીલશે. ગુજરાતની જનતાએ નવો ઈતિહાસ રચવા માટે મૂડ બનાવી લીધો હોવાનું પણ તેમણે કહ્યું હતું.