સુરતના ૧૧૮ રત્નકલાકારોની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ
10, એપ્રીલ 2025 સુરત   |  

ઘટના બાબતે પોલીસે તપાસ કરી, એફએસએલની પણ મદદ લેવાઇ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં મિલેનિયમ ડાયમંડ કોમ્પ્લેક્ષમાં આવેલા અનભ જેમ્સ નામના રત્ન કારખાનામાં ગઇકાલે બનેલી ગંભીર ઘટનાની ચર્ચા આજે સમગ્ર ગુજરાતમાં થઇ રહી છે. કારખાનાના કૂલરમાંથી પાણી પીધા બાદ ૧૧૮ જેટલા રત્ન કલાકારોની તબિયત લથડી હતી. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જાેકે, ઘટના બનવા પાછળની સત્ય હકીકત શોધવા પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરાઇ હતી.

બે રત્ન કલાકાર આઇસીયુ, તબિયત સુધારા પર

પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે કારખાનામાં કામ કરતા રત્ન કલાકારોએ કૂલરનું પાણી પીધા બાદ એક પછી એક તબિયત લથડવા લાગી હતી. જેથી તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા હતા. ૧૧૮ જેટલા કલાકારોને નજીકની હોસ્પિટલમાં ખસેડાાય હતા. જેમાંથી ૧૦૪ને કિરણ હોસ્પિટલ જ્યારે અન્ય ૧૪ને ડાયમંડ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બે કલાકારો હાલ આઇઓસીયુમાં દાખલ હોવાનું અને તેમની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

સેલ્ફોસનું પેકેટ ખુલ્યું નહીં, ઝેરની અસર ઘટી

સમગ્ર બાબતે પોલીસને પણ જાણ કરાઇ હતી. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન એફએસએલમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસ અનુસાર કૂલરમાં સેલ્ફોસ નામનો ઝેરી પદાર્થ ભેળવ્યો હતો. આ પદાર્થનું પાઉચ કોઇએ કૂલરમાં નાખ્યું હતું. જાે કે પાઉચનું અંદરનું પેકેટ ખુલ્યું ન હોવાથી ઝેરી અસરની તીવ્રતા ઓછી રહી અને મોટી જાનહાનિ ટળી.

આ રાક્ષસી ઘટના છે, ષડયંત્ર કરનારને છોડાશે નહીં : પાનસેરિયા

રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરિયા રત્ન કલાકારોને મળવા પહોંચ્યા હતા. પ્રફુલ પાનસેરિયાએ ઘટનાને રાક્ષસી કૃત્ય ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ષડયંત્ર કરનારને છોડવામાં નહીં આવે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. ઘટનાની વિગતે તપાસ માટે હ્લજીન્ની મદદ લેવામાં આવી હતી. એફ્એસએલના રિપોર્ટ બાદ ગુનો નોંધવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution