મીઠા લીમડાનું સેવન સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયી છે. રસોઈમાં તેનો અનેક રીતે કૃષિ જાગરણ નામની મેગેઝીનમાં પ્રકાશિત થયેલાં એક લેખ મુજબ, મીઠા લીમડાનું સેવન કરવાથી ડાયાબિટીસ કન્ટ્રોલમાં રહે છે અને તે પાચન માટે પણ લાભદાયી છે.

વૈજ્ઞાનિકો અનુસાર, મીઠા લીમડાનું દરરોજ સેવન કરવાથી બ્લડ શુગર લેવલ ઓછું થાય છે. મીઠા લીમડામાં એન્ટિ ઓક્સિડન્ટ હોય છે જે ગ્લુકોઝના ફેલાવાને રોકે છે.

મીઠા લીમડો ગર્ભાવસ્થા દરમિયાન અનુભવાતી અકડામણને દૂર કરવામાં મદદ કરે છે. તે વોમિટ અને અકડામણને શાંત કરવા માટેનાં એન્ઝાયમ્સને ઉત્તેજિત કરે છે.

અપચો, ડાયેરિયા અને કબજિયાતની સમસ્યામાં મીઠા લીમડાનું સેવન લાભદાયી સાબિત થાય છે. મીઠા લીમડામાં પાચન માટે ઉપયોગી એન્ઝાયમ્સ હોય છે તેથી તે પાચનને લગતી સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.