સુરત સ્વામિનારાયણ સંતે માતાજી પર ટિપ્પણી કરતા વિવાદ, પાંચ શખ્સોએ મંદિરમાં ઘૂસીને કરી તોડફોડ 
18, ઓક્ટોબર 2021

સુરત-

સુરત અમરોલી વિસ્તારના હરસિધ્ધિ સોસાયટીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. સ્વામિનારાયણ મંદિરના સ્વામીને ધમકી આપવાની ઘટના સામે આવી છે. ફોન પર ધમકી આપનારા માવદાન અને હાર્દિક ગઢવી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ ચારથી પાંચ શખ્સોએ મંદિરમાં ઘૂસીને કરી તોડફોડ પણ કરી હતી. સ્વામીએ જૂનાગઢમાં અતિ પ્રસિદ્ધ એવા નાગબાઈ માતાજીને લઈને ટિપ્પણી કરી હતી. મંદિરમાં જઈને જ્ઞાનપ્રકાશદાસજી સ્વામીએ અપમાનજનક ટીપ્પણી કરી હોવાના નામે કારણે માર માર્યો હતો. જ્ઞાનપ્રકાશદાસજી સ્વામીએ માફી માગવા માટે ભક્તોએ કહ્યું હતું. જૂનાગઢમાં અતિ પ્રસિદ્ધ એવા નાગબાઈ માતાજીને લઈને તેમની સરખામણી અપ્સરા તેમ જ સુંદર મહિલા સાથે કરી હોવાનો સંદર્ભ અને તેની વાત કરી હતી છતા ભાવિકોએ હુમલો કર્યો હતો.

મંદિરના સ્વામી દ્વારા દેવીનું અપમાન કરતી ટિપ્પણીઓ કરી હોવાનો આરોપ લાગ્યો હતો બાદમાં માતાજીના ભક્તોનો રોષ વધ્યો.માફી માગ્યા બાદ વિવાદનો અંત આવ્યો હતો છતા હુમલો કરવામાં આવ્યો છે. આ બાબતે 2 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનમાં લખવા માટે અમે પહોંચ્યા હતા પરંતુ ચારણ સમાજના કેટલાક આગેવાનો દ્વારા સંતો ની માફી માંગી લેતા અમે તેને મોકૂફ રાખી હતી. વડતાલ મંદિરના ચેરમેન અને ચારણ સમાજના અગ્રણીઓ વચ્ચે વાતચીત થઈ હતી. હાલ પૂરતું અમે જે લોકોએ મારામારી કરી છે. તેમની સામે કાયદાકીય પગલાં લેવા કે કેમ તે અંગે વિચારી રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution