આદિવાસીઓનું ધર્માંતરણ આંતરરાષ્ટ્રીય કાવતરું છે ઃ મનસુખ વસાવા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, એપ્રીલ 2022  |   1683

રાજપીપલા, તા.૨૪

કોઈ મુસ્લિમ, ઈસાઈ, બૌધ્ધ થશે તો દેશનાં હિન્દુઓનું શું થશે.જેમ આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો માટે કાયદો બન્યો છે એમ ધર્મપરિવર્તન મામલે પણ કાયદો બનવો જાેઈએ એવી આદીવસીજે સમાજની માંગ છે.આદીવાસી ધર્મ છોડીને જાય તો એના આદિવાસીઓના હક બંધ થઈ જવા જાેઈએ.જે લોકો હિંદુ ધર્મને તોડવાનુ કામ કરશે, મુસ્લિમ-ઈસાઈ-બૌધ્ધ બની જવા કહેશે તો સાચો પણ બેસી નહી રહે.જાે કાળજી નહિ રાખો તો મારું અને તમારું કોઈ અસ્તિત્વ નહિ રહે, દેશમા મોગલ સામ્રાજ્ય પ્રસ્થાપિત થશે, ઈસાઈ સામ્રાજ્ય પ્રસ્થાપિત થશે. એમ આજે આદીવસીઓના ધર્મ પરિવર્તન મુદ્દે નર્મદા જીલ્લાના ડેડીયાપાડામાં જનજાતિ સુરક્ષા મંચ દ્વારા એક જાગૃતિ યોજાયેલા કાર્યક્રમમાં બોલતાં ધર્મ પરિવર્તન કરનારા અને કરાવનારાને આડેહાથે લીધા હતા.આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ જનજાતિ કલ્યાણ આશ્રમના પ્રાંત મંત્રી ડો. પ્રેમપ્યારી તડવી, જનજાતિ સુરક્ષા મંચના પ્રાંત સહ સંયોજક ભગુભાઈ ચૌધરી, જિલ્લા સંયોજક સોનજીભાઈ વસાવા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

હિંદુ ધર્મ પરિવર્તન કરનારા અને કરાવનારાને આડેહાથે લેતા ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે મિત્ર બદલી શકશો, ઘરવાળી પણ બદલી શકશો પણ માં-બાપ કોઈ બદલી શકે નહિ, જેમ માં-બાપ ન બદલી શકાય એમ ધર્મ પણ ન બદલી શકાય.ઈસાઈ અને મુસ્લિમ ધર્મ વિદેશી ધર્મ છે, કોઈ ઉછીનો લઈને આવ્યું છે. આ લોકશાહી દેશ છે એટલે બધું ચાલ્યા કરે છે. પણ કોઈની અજ્ઞાનતા મજબૂરીનો લાભ લઈ ધર્મ તોડવાનુ કામ કરે એ ધર્મ ધર્મ ન કહેવાય. એક ધર્મ બીજા ધર્મને તોડવાનુ નહિ પણ જાેડવાનુ કામ કરે.જાે કોઈ ધ્યાન નહિ રાખે તો હિંદુઓ લઘુમતીમાં મુકાઈ જશે.મુસ્લિમ દેશોનું હિંદુઓ પર રાજ કરવાનું આ એક નાટક છે અને હિંદુઓના ધર્મપરિવર્તન પાછળ વિદેશી ષડયંત્ર છે.અંગ્રેજાે જેમ સેવાના નામે ભારતમાં આવ્યા હતા એવી રીતે હવે તેઓ અહીંયા પોતાનાં અનુયાયીઓ ઊભા કરી ભારત દેશને ફરી ગુલામ બનાવવા માંગે છે. મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે હિંદુ ધર્મની ટીકા કરનારાઓને મારે પૂછવું છે કે તેઓ કોઈ દિવસ ઈસુ ભગવાન કે પયગંબરની ટીકા કરી છે ખરી?? ઈસુ ભગવાનને હું પણ ભગવાન માનું છું, હું એમને નમન કરું છું ઈસુ ભગવાને એવા સત્કાર્યો કર્યા છે એટલે લોકો એમને માને છે. હિંદુ ધર્મની ટીકા કરનારાઓને મનસુખ વસાવાએ કહ્યું હતું કે જાે અમે તમારા દેવી દેવતાઓની ટીકા નથી કરતા તો તમને પણ અમારા દેવી દેવતાઓની ટીકા કરવાનો અધિકાર નથી. તમે વિદેશીઓના ફંડથી કામ કરી દેશમા ભાગલા પાડવાનું કામ કરો છો. હિંદુ ધર્મના રક્ષણ માટે જાે બલિદાન આપવાનું થશે તો હું પેહલા બલિદાન આપવા તૈયાર છું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution