વડોદરા,તા.૧૧

વડોદરા શહેરમાં કોરોનાની સુનામી આવતા વિતેલા ચોવીસ કલાકમાં ૬૦૬ કોરોનાના કેસોમાં ઉછાળો આવતાં આ સાથે શહેરમાં કોરોનાની કેસોની કુલ સંખ્યા ૭૫,૪૭૫ પર પહોંચી હતી. આજે નવા આવેલા કોરોનાના નવા ૬૦૬ કેસો સાથે શહેરમાં એકટીવ કેસોની સંખ્યા ૨૦૮૦ થઈ હતી. જેમાં ૧૯૩૯ દર્દીઓને હો આઈસોલેશન તથા ૨૩૪૫ દર્દીઓને હોમ કોરન્ટાઈ કરાયા છે. હાલમાં શહેરમાં ૧૪૧ દર્દીઓ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. જેમાં ૮ દર્દીઓ વેન્ટીલેટર ઉપર તથા ૫૫ દર્દીઓ ઓકસીજન ઉપર સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યુ છે. બીજી તરફ કોરોનાની ત્રીજી લહેરને કેન્દ્રમાં રાખી તેમજ સતત વધી રહેલા કોરોનાના કેસોની ઝડપીને ધ્યાનમાં રાખી આરોગ્યની ટીમોએ શહેરના જેતલપુર, બાજવા, વારસીયા, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, છાણી, યમુનામીલ, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામા પુરી, ફતેપુરા, રામદેવનગર, માંજલપુર, બપોદ તથા વાઘોડીયા વગેરે વિસ્તારોમાં સઘન સર્વે હાથ ધરી કોરોના લક્ષણ ચકાસણી હાથ ધરી હતી. આ દરમિયાન ૧૦,૦૬૧ સેમ્પલોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં શહેરના ઉપરોકત વિસ્તારોના ઝોનમાં પશ્ચિમ ઝોન વિસ્તારમાં સૌથી વધુ ૧૪૩ દક્ષિણ ઝોન વિસ્તારમાંથછ ૧૩૮ ઉત્તર ઝોન વિસ્તારમાંથી ૧૩૭ પુર્વ ઝોન વિસ્તારમાં ૧૩૩ તથા વડોદરા રૂરલમાંથી ૫૫ કોરોના પોઝીટીવ દર્દીઓ સામે આવ્યા હતા. જાેકે સરકાર દ્વારા કોરોના કેસો પર નિયંત્રણ કરવા સર્વે તથા રસીકરણ ઉપર વધુ ભાર આપવમાં આવી રહ્યા છે. અને સંજીવની તથા ધન્વતરી રથોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

સયાજી હોસ્પિટલમાં રાજમાતા શુંભાગીની રાજે ગાયકવાડે બુસ્ટર ડોઝ લીધો

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે કોરોનાના નવા ઓમીક્રોન વેરીયન્ટના આક્રમણ વચ્ચે સરકાર દ્વારા સિનિયર સીટીઝનો માટે બુસ્ટર ડોઝ આપવાનો પ્રારંભ કરાયો છે. એટલુ જ નહીં આ માટે શહેરના અલગ અલગ વિસ્તારો તથા સ્કુલો હોસ્પિટલો તથા અર્બન હેલ્થ સેન્ટર કેન્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં સયાજી હોસ્પિટલમાં આજે શ્રીમંત પરીવારના રાજ માતા શુંભાગીની રાજે ગાયકવાડ સયાજી હોસ્પિટલ ખાતે બુસ્ટર ડોઝ લેવા માટે આવી પહોંચ્યા હતા. જ્યા તેમને કોવિડ સુરાક્ષાના ભાગરૂપે કોવિશિલ્ડનો ડોઝ લીધો હતો. આ સમયે હોસ્પિટલના તબિબ અધિક્ષક ડો. રંજન ઐયર, કોવિડ સેન્ટરના વહીવટી નોડલ તબિબ અધિકારી ડો. બેલીમ ઉપસ્થિત રહ્યા હતા.

કોરોનાના ૧૦ દર્દીઓને સયાજી હોસ્પિટલમાં દાખલ

વડોદરા શહેરની સરકારી સયાજી હોસ્પિટલમાં આજે દિવસ દરમિયાન કોવિડ ઓપીડી ૧૧૩ દર્દીઓ શંકાસ્પદ લક્ષણો સાથે સારવાર અર્થે આવ્યા હતા. જેમાં તમામના રેપીડ ટેસ્ટ કરવામાં આવતાં ૧૨ પોઝીટીવ કોરોના રીપોર્ટ આવ્યા હતા. બે પૈકી ૧૦ દર્દીઓને સારવાર માટે દાખલ કરાવ્યા હતા.

પતિ-પત્ની સહિત ઓમિક્રોનના વધુ આઠ પોઝિટીવ કેસ નોંધાયા

વડોદરા, તા.૧૧

વડોદરામાં છેલ્લા કેટલાય દિવસથી કોરોનાના વધી રહેલા કેસો સાથે ઓમિક્રોનના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે વડોદરામાં પતિ પત્ની સહિતઓમિક્રોનના વધુ ૮ કેસ નોંધાયા છે. જાેકે, તેમના સંપર્કમાં આવેલા પાંચ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેમને પણ હોમ આઈસોલેશન હેઠળ રહેવાની સૂચના તંત્ર દ્વારાઆપવામાં આવી છે.

પ્રથમ કેસમાં સુદામાંપૂરી વિસ્તારમાં રહેતા અને કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહી ધરાવતા ૩૫ વર્ષીય મહિલા ને કોરોનાના લક્ષણો જણાતા ગત તા.૪ જાન્યુઆરીએ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા ૬ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતા. હાલ દર્દીને ચુસ્ત હોમ એસોલેશન હેઠળ મુકવામાં આવ્યા છે.

જ્યારે હાઈરીસ્ક કન્ટ્રી યુકે થી આવેલ માંજલપુર વિસ્તારના ૫૦ વર્ષિય આધેડનો રીપોર્ટ અમદાવાદ એરપોર્ટ પર કરાવવામાં આવ્યો હતો. જે પોઝિટીવ આવતા તેમને સીધા વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જાેકે, તેમનો ફરી કરાયેલ આરટીપીસીઆર નેગેટીવ આવતા તેમને રજા આપવામાં આવી હતી.જ્યારે તેમના સંપર્કમાં આવેલ એક વ્યક્તિનો રીપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. ઉપરાંત અમેરિકાથી આવેલા સુભાનપુરા વિસ્તારના ૩૦ વર્ષિય યુવનને તાવ જણાતા તેમનો રીપોર્ટ કરવતા પોઝિટીવ આવ્યો હતો.જાેકે, તેમના સંપર્કમાં આવેલા ૬ લોકોનો પૈકી બે નો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જ્યારે કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહી ધરાવતા ગોત્રી વિસ્તારના ૧૧ વર્ષિય કિશોરને તાવ જણાતા તેનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જાેકે, તેના સંપર્કમાં આવેલ ૪ વ્યક્તિનો રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો.જ્યારે અમેરિકા થી આવલ મુજમહુડા વિસ્તારની ૪૭ વર્ષિય મહિલાનો પણ રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. એમેરિકાથી આવેલા મુજમહુડા વિસ્તારની ૪૮ વર્ષિય પુરૂષનો રીપોર્ટ ૩જી ડિસેમ્બરે કરાવતા પોઝિટીવ આવ્યો હતો.જેમના સંપર્કમાં આવેલા ૫ વ્યક્તિનો રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો.ઉપરાંત જેતલપુર વિસ્તારમાં રહેતા અને કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહી ધરાવતા ૨૮ વર્ષિય યુવાનનો તેમજ ગોકુલ નગર વિસ્તારમાં રહેતા અને કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહી ધરાવતા ૫૦ વર્ષિય મહિલાનો રીપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો.જ્યારે તેમના સંપર્કમાં આવેલા ૩ વ્યક્તિનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

માંજલપુરના ધારાસભ્ય મ.સ.યુનિ.ના જાેઈન્ટ રજીસ્ટ્રાર કોરોના સંક્રમિત થયા

વડોદરા, તા.૧૧

વડોદરા શહેરમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જાેકે, કોરોનાના સામાન્ય લક્ષણો છે. અને હાલ તેઓ ઘરે જ સારવાર લઈ રહ્યા છે. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના જાેઇન્ટ રજીસ્ટ્રાર પણ કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગની ૬ વિદ્યાર્થિનીઓ સંક્રમિત થઇ છે.જાેકે, વડોદરામાં કોરોના કેસ વધતાં એમ એસ યુનિ.એ સેમિસ્ટર એન્ડની તમામ ફેલ્ટીઓની પરીક્ષા ઓનલાઇન લેવાનો કરાયો ર્નિણય લીધો છે.યુનિ.ના પી.આર.ઓ એ માહિતી આપતા જણાવ્યુ હતુ કે,વિવધ ફેકલ્ટીઓની સેમિસ્ટર એન્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આ તમામ પરીક્ષાઓ ઓનલાઈન લેવામાં આવશે.ઉલ્લેખનિય છે કે,યુનિ.માં ૪૫૦૦૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.યુનિ.માં અન્ય રાજ્યો અને વિદેશમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે.અત્યાર સુધી યુનિ.માં અનેક વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો કોરોના સંક્રમિત થયા છે.