ગુજરાતમાં ચૂંટણી બાદ વધ્યા કોરોનાના કેસ, 4 શહેરોમાં 15 માર્ચ સુધી કર્ફ્યૂ
27, ફેબ્રુઆરી 2021

અમદાવાદ-

ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી સાથે જ કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કર્ફ્યૂ હજી 15 દિવસ માટે વધારી દીધું છે. રાજ્ય સરકાર તરફથી કોવિડ-19 વેક્સિનના બીજા તબક્કાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ તબક્કામાં 60 વર્ષથી વધુની મહિલા, પુરુષો અને 45થી 59 વર્ષના ગંભીર રોગોથી પીડિત મહિલા-પુરૂષોને કોવિડ-19ની વેક્સિન આપવામાં આવશે.

ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી સાથે જ કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં 460 નવા કેસ સામે આવ્યા છે, એમાંથી વડોદરાના 109 અને અમદાવાદના 101 સામેલ છે. જોકે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી મોતનો એક પણ કેસ નોંધાયેલો નથી. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના 4408 લોકોનાં મોત નીપજ્યાં છે, એમાંથી એકલા અમદાવાદના 2311 મોત સામેલ છે. ગુજરાતમાં અત્યાર સુધી 269031 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે, એમાંથી 262587 લોકો સ્વસ્થ થઈને ઘરે જઈ ચૂક્યા છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં બોલાવવામાં આવેલી કોર કમિટીની બેઠકમાં અમદાવાદ સહિત ચાર મહાનગર પાલિકાઓમાં નાઈટ કર્ફ્યૂ આગામી 15 માર્ચ સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાની વેક્સિનના બીજા તબક્કાની તૈયારીઓની સમીક્ષા કરી અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા બહાર પાડી છે. મુખ્યમંત્રીએ વેક્સિન આપવા બાદ એના પર થતી અસર અથવા વિપરીત અસર પર નજર રાખવા પર જોર આપ્યું છે. મીટિંગમાં બીજા તબક્કામાં કોરોના વૉરિયર્સને બીજી ડોઝ આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution